• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Garba Was Played On The Upper Floor Of The Health Center To Celebrate The 100 Crore Dose, The Patient Was Languishing Below For 5 Hours.

બેદરકાર તંત્ર:100 કરોડ ડોઝની ઉજવણી માટે આરોગ્ય કેન્દ્રના ઉપલા માળે ગરબા રમાતા હતા, નીચે દર્દી 5 કલાક કણસતા રહ્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મનપાએ પણ દેશમાં 100 કરોડ લોકોને રસીના ડોઝ અપાતા ઉજવણી કરવાનું આયોજન કર્યું. આ વાત યોગ્ય હતી કારણ કે, રાજકોટ શહેરમાં પણ પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 10.33 લાખ સાથે 98.97 ટકા જેટલી ઊંચી ગઈ છે અને તેમાં આરોગ્ય કર્મચારીઓએ ઘણી મહેનત કરી છે. શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં રંગોળી, દીવા અને દાંડિયારાસ તેમજ સન્માન માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.

અધિકારીઓ એ ભૂલી ગયા કે આ એક આરોગ્ય કેન્દ્ર છે જ્યાં દર્દીઓ સવારથી જ દવા લેવા માટે પહોંચી જાય છે. સૂચના હોવાથી સ્ટાફે બધું કામ પડતું મૂક્યું અને તૈયારીમાં લાગ્યા જેથી સવારે 9.30 વાગ્યે દવા લેવા આવેલા દર્દીઓ કતારમાં 5 કલાક સુધી ઊભા રહ્યા. આખરે સ્ટાફને વાત કરતા ‘બપોર પછી આવજો તેવું કહેતા દર્દીઓના સ્વજનોએ પિત્તો ગુમાવ્યો હતો.

ઉજવણી : શ્યામનગર આરોગ્ય કેન્દ્રમા નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ સહિતનો મેડિકલ સ્ટાફ તૈયારીમાં લાગી ગયા હતા ત્યારબાદ મેયર અને મ્યુનિસિપલ કમિશનરે આરોગ્ય કર્મચારીઓનું સન્માન કર્યુ હતું. ત્યારબાદ મ્યુઝીક સિસ્ટમ પર ગરબા રમાયા હતા.

તકલીફ: એક મહિલા લાઈનમાં ઊભા ઊભા હેરાન થઈ રહ્યા હતા તેમણે કહ્યું હતું કે, ‘મને ઈન્ફેક્શનની તકલીફ છે અને સવારે 9.30 વાગ્યાથી આવી છું, કોઇ ધ્યાન જ નથી આપતું કોઇને પૂછીએ તો કહે કે અમારે 100 કરોડ ડોઝની ઉજવણી ચાલે છે. આવું અનેક દર્દીઓ સાથે બન્યું હતું.

કર્મચારી સન્માનના હકદાર, મનપાના સત્તાધીશો આયોજન ન કરી શક્યા
રાજકોટ શહેરને વેક્સિનેશન માટે જે ટાર્ગેટ આપ્યો હતો તેમાં બે વખત એક એક લાખનો વધારો કરીને 11.43 લાખ કરી દેવાયો હતો. આમ છતાં રાજકોટમાં 11.30 લાખનું વેક્સિનેશન એટલે કે 98.97 ટકા રસીકરણ થયું છે જે માટે આરોગ્ય કર્મચારીઓએ એકપણ દિવસ રજા લીધા વગર અનેક વિપરીત સ્થિતિમાં ફરજ બજાવી છે. તેઓ વેક્સિનેશનની સફળતાના સાચા હકદાર છે તેથી સન્માન થવું જ જોઇએ પણ આ સન્માન યોગ્ય રીતે થાય અને કોઇને પરેશાની ન થાય તેવું આયોજન કરવામાં અધિકારીઓ-પદાધિકારીઓ નિષ્ફળ રહ્યા હતા અને તેમાં પણ આરોગ્ય કર્મચારીઓને કામે
લગાડી સમગ્ર કાર્યક્રમ પર પાણીઢોળ કરી નાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...