તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Gangster Goa Rabari, Who Is Serving A Life Sentence For Nikhil's Escape From Bhuj Hospital, Arranged A Setting With A Doctor.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિખિલ દોંગા કેસ:ભુજની હોસ્પિટલમાંથી ભાગવા માટે નિખિલને આજીવન કેદની સજા ભોગવતા ગેંગસ્ટર ગોવા રબારીએ તબીબ સાથે સેટિંગ કરાવી આપ્યું’તું

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઉપર ડાબેથી નિખિલ દોંગા ,નિકુંજ દોંગા , નીચે ડાબેથી સાગર કિયાડા , રેનિશ પટેલ - Divya Bhaskar
ઉપર ડાબેથી નિખિલ દોંગા ,નિકુંજ દોંગા , નીચે ડાબેથી સાગર કિયાડા , રેનિશ પટેલ
 • રાજકીય અગ્રણીના જમણા હાથસમા વિપુલે જાન્યુઆરી માસમાં જેલ અધિકારીને તેલના ડબ્બા અને પંખા આપીને ષડ્યંત્રની શરૂઆત કરી હતી
 • ભુજ જેલના અધિકારી અને કર્મચારીને આપવા રાજકોટના ત્રણ સહિત ચાર શખ્સે દશેક લાખનું ફંડ એકઠું કરી ભરત રામાણીને વહીવટ સોંપ્યો હતો

ગોંડલના ગુજસીટોકના આરોપી અને ભુજની હોસ્પિટલમાંથી ભાગ્યા બાદ નૈનીતાલમાંથી પકડાયેલા નિખિલ દોંગા અને તેના સાગરીતોએ ષડ્યંત્ર કેવી રીતે રચ્યું, પૈસા કોણે એકઠા કર્યા, કઇ વ્યક્તિએ પૈસા આપ્યા, વહીવટ કોણે કર્યો, સેટિંગ કોણે કરાવી આપ્યા અને આખું ષડ્યંત્ર કોણે રચ્યું તેમજ નિખિલ દોંગાનો ભાગવા પાછળનો ઉદેશ શું હતો, તે અંગેની વિગતો બહાર લાવવા માટે આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે, પ્રાથમિક પૂછપરછમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે, આગામી દિવસોમાં એક તબીબ અને જેલના ટોચના અધિકારીઓ સામે પણ કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.

જેલમાંથી હોસ્પિટલમાં દાખલ કરી ષડયંત્ર રચ્યું
પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નિખિલને ભુજની જેલમાંથી હોસ્પિટલમાં દાખલ કરીને ભગાડવાના ષડ્યંત્રની શરૂઆત જાન્યુઆરી મહિનાથી થઇ હતી, સૌરાષ્ટ્રના એક રાજકીય અગ્રણીના જમણાહાથ સમા વિપુલ નામના શખ્સે ભુજ જેલના અધિકારીને 40થી વધુ પંખા અને 25થી વધુ તેલના ડબ્બા આપીને સારાસંબંધ બાંધવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ આ સંબંધ ગાઢ બનાવાયો હતો, અને નિખિલને ક્યારે ભગાડવો તેની તારીખ નક્કી કરવામાં આવી હતી.

રૂપિયા તૈયાર થતા ગોવા રબારીનો સંપર્ક કર્યો
આ માટે રાજકોટમાં રહેતા ત્રણ શખ્સ મહેન્દ્ર વાછાણી, પાર્થ બિપીન ધાનાણી, જિતેશ ધીરજલાલ સુદાણી અને જશમત પીપળિયાએ દશેક લાખ રૂપિયાનું ફંડ એકત્રિત કર્યું હતું અને કોટડાસાંગાણીના શાપર-વેરાવળમાં રહેતા ભરત જવેર રામાણીને આ રૂપિયાનો હવાલો આપ્યો હતો અને રૂપિયા કોને કોને આપવા તે ભરત રામાણી નક્કી કરતો હતો. પ્લાન તૈયાર થયા બાદ રૂપિયા પણ એકઠા થઇ જતાં ભુજની જેલમાં આજીવન કેદની સજા ભોગવતા ગોવા રબારીનો સંપર્ક કરાયો હતો. કારણ કે જેલમાંથી હોસ્પિટલમાં જવા માટે તબીબનો અભિપ્રાય મહત્ત્વનો હોય છે. ગોવા રબારીએ ભુજમાં જ રહેતા આકાશ મહારાજને ડોક્ટર બૂચ સાથે સેટિંગ કરાવી દેવા માટેનું કામ સોંપ્યું હતું અને 50 હજારથી વધુની રકમ આપીને ડોક્ટરને મનાવી લેવામાં આવ્યા હોવાનું પણ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારબાદ 29મીની વહેલી સવારે નિખિલ ભુજની હોસ્પિટલમાંથી ભાગવામાં સફળ થયો હતો.

આટલા લોકો સામે કાનૂની કાર્યવાહી થઇ શકે છે
નિખિલ પકડાઇ ગયા બાદ પૂછપરછમાં બહાર આવેલી માહિતીને આધારે જેતપુરમાં રહેતા વિપુલ દિનેશ સંચાણિયા, ઉપરાંત જિતેશ સુદાણી, પાર્થ ધાનાણી, શ્યામલ દોંગા, કલ્પેશ કોટડિયા, ધર્મેશ રાજાણી, ગોવા રબારી, આકાશ મહારાજ, મહેન્દ્ર વાછાણી, નરેન્દ્ર વિરડિયા, વિજય બોરીચા, સાગર કિશોર કિયાડા, મોહિત ઉર્ફે મુંડો રમેશ સખિયા, રેનિશ ઉર્ફે લાલજી ડાયા માલવિયા, જશમત પીપળિયા, નિકુંજ તુલસી દોંગા, ભરત જવેર રામાણી, ભાવિક ઉર્ફે ખલી ચંદુ ખૂંટ, સમીર વેકરિયા, મહેશ મારકણા, મનોજ ગોંડલિયા, ચિરાગ વોરા અને નીતિન ઉર્ફે લાલજી મારકણા સામે કાનૂનીરાહે કાર્યવાહી થાય તેવી શક્યતા છે, આ ઉપરાંત ભુજની સરકારી હોસ્પિટલના ડોક્ટર બૂચ અને જેલર રાવની સામે પણ આરોપીઓની પૂછપરછ બાદ કાર્યવાહીના નિર્દેશ ટોચના પોલીસ અધિકારીએ આપ્યા છે.

કેદીપાર્ટી નિખિલને તેના સાગરીતોને મળવા દેતી
નિખિલ સામે ગોંડલમાં પણ અનેક ગુના નોંધાયા હોવાથી તેને કોર્ટની તારીખમાં જ્યારે જ્યારે લઇ આવવામાં આવતો હતો ત્યારે મોરબી પાસે આવેલી શિવશક્તિ અને મોમાઇ હોટેલ તેમજ જેતપુર પાસેની કનૈયા હોટેલમાં કેદીપાર્ટીમાં રહેલા પોલીસના જવાનો અને અધિકારીઓ નિખિલને તેના સાગરીતોને બિન્દાસ્ત રીતે મળવા દેતા હતા, આ સમયે નિખિલ તેના સાગરીતોના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને અનેક લોકોનો સંપર્ક પણ કરતો હતો, નિખિલને કોણ કોણ મળ્યું, અને કોના ફોનમાંથી કઇ વ્યક્તિને શા માટે ફોન કરવામાં આવ્યા તેની વિગતો પણ પોલીસ ચકાસી રહી છે.

નિખિલ અને તેના સાગરીતો શુક્રવાર સુધી રિમાન્ડ પર
29મી માર્ચના જી.કે. જનરલ હોસ્પિટલથી ભાગી છુટેલા ગુજસીટોકના ગેંગસ્ટર એવા નિખિલ ઉર્ફે નીકુંજ રમેશભાઇ દોંગા (લેવા પટેલ), અને તેના સાગરીતો સાગર કિશોરભાઇ કયાડા (લેવા પટેલ), શ્યામલ બીપીનભાઇ દોંગા, રેનીશ ઉર્ફે લાલજી ડાયાભાઇ માલવીયાને પોલીસે ઉત્તરાખંડના નૈનિતાલ નજીકના રિસોર્ટમાંથી પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસની જુદી જુદી ટીમોએ પકડી પાડી શનિવારે વિધિવત ધરપકડ કરી હતી. તો એ પૂર્વે અન્ય બે આરોપી ભરત જવેરભાઇ રામાણી અને આકાશ વિનુભાઇ આર્યની અટકાયત કરી હતી. તમામ આરોપીના કોર્ટે શુક્રવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આ અંગે તપાસનીશ ડીવાયએસપી જે. એન. પંચાલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, શુક્રવાર બપોરે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો