ગણેશ વિસર્જન:આજે 7 સ્થળે ગણેશ વિસર્જન કરાશે, 1654 પોલીસનો બંદોબસ્ત, રેસ્ક્યૂ ટીમ ખડેપગે રહેશે

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા, બોટ, ક્રેન અને એમ્બ્યુલન્સની સુવિધા પણ ઊભી કરાશે

10 દિવસ સુધી ગણેશ પૂજન કર્યા બાદ આજે ભક્તો બાપ્પાને ભાવભેર વિદાય આપશે. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ પૂરતી તૈયારી રાખી છે. આજે કુલ 7 સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે. તેમજ 1654 પોલીસ બંદોબસ્તમાં રહેશે. જ્યારે વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ ક્રેન, લાઇટિંગ સહિતની સુવિધા માટે ખડેપગે રહેશે.

શહેર પોલીસ દ્વારા દરેક ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ રૂટને કલર કોડ અપાયા છે. આ કલર કોડ મુજબ દરેક આયોજકોએ ગણેશ વિસર્જન કરવાનું રહેશે. આ સિવાય ત્રિકોણબાગ ખાતે 50 જેટલા આયોજક ભેગા થશે અને ત્યાંથી વિસર્જન માટે આયોજકો અને ભક્તો જોડાશે.

સવારે 7 થી અહીં વિસર્જન શરૂ થશે

  • આજી ઓવરફ્લો પાસે ખાણ નંબર એક
  • આજી ઓવરફ્લો પાસે ખાણ નંબર બે
  • આજી ડેમ ઓવરફ્લો ચેકડેમ
  • ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ ખાણમાં
  • મવડી ગામથી આગળ જખરાપીરની દરગાહ પાસે
  • વાગુદળ ગામના પાટિયા પછી પુલ નીચે બાલાજી વેફર પાસે કાલાવડ રોડ
  • આજી ડેમ રવિવારી બજારવાળા ગ્રાઉન્ડમાં
અન્ય સમાચારો પણ છે...