કાર્યક્રમ:ગાંધીજયંતી પર ગાંધી મ્યુઝિયમ ખાતે ગાંધી ધૂન કાર્યક્રમ યોજાયો

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનપા અને પ્રવાસન વિભાગ દ્વારા ગાંધી ધૂન કાર્યક્રમ યોજાયો હતો. - Divya Bhaskar
મનપા અને પ્રવાસન વિભાગ દ્વારા ગાંધી ધૂન કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટ મહાનગરપાલિકા અને પ્રવાસન નિગમ દ્વારા 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ગાંધી ધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજકોટ મહાનગરપાલિકા તથા પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ‘‘ગાંધી ધૂન’’નો કાર્યક્રમ યોજાયો હતો. મહાત્મા ગાંધી મ્યુઝિયમ જવાહર રોડ ખાતે સાંજે 5થી 7 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાયક કલાકાર આદિત્ય ગઢવીએ લોકગીત અને ભજનનું ગાયન કર્યું હતું.

ગાંધીજીની દૈનિક પ્રાર્થના “વૈષ્ણવ જન તો તેને કહીયે, શિવાજીનું હાલરડું સહિતના ભજન અને લોકગીતનું ગાયન કરવામાં આવ્યું હતું. મેયર ડો.પ્રદીપ ડવ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. RMC કમિશનર અમિત અરોરા, ડેપ્યુટી મેયર, દંડક, શાસક પક્ષના નેતા તેમજ ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશનર, સહિતના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેનાર મુલાકાતીઓએ પણ કાર્યક્રમમાં ગાયક કલાકાર આદિત્ય ગઢવીએ ગાયેલા ભજન અને લોકગીતને માણ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...