તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gamblers In The Name Of CM, Saddened, Despite Knowing Modi's Surprising Nature, The Speculators Set Their Hands On Fire..and Burned

સત્તા પર સટ્ટો:CMના નામે સટ્ટો રમનારા દુઃખી-દુઃખી, મોદીનો સરપ્રાઇઝિંગ સ્વભાવ જાણતા હોવા છતાં સટોડિયાઓએ આગમાં હાથ નાખ્યો અને દાઝ્યા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
      - Divya Bhaskar
     
  • મુખ્યમંત્રીના નામ પર ખેલાયો કરોડોનો સટ્ટોઃ પંટરો ‘પુરાયા’, બુકીઓ કમાયા
  • લાંબા સમયે રાજકીય ઊથલપાથલ વચ્ચે સટ્ટાબજારમાં પંટરોએ ડબ્બો શરૂ કર્યો હતો

ક્રિકેટ હોય કે ફૂટબોલ, ટેનિસ હોય કે પછી બીજી કોઈ રમત હોય, બુકીઓ અને પંટરો એના પર હંમેશાં ‘ખેલી’ લેવા માટે સજ્જ જ હોય છે. જોકે છેલ્લા ઘણા સમયથી વરસાદ અને રાજકારણને પણ સટ્ટાનો રંગ લાગી ગયો હોય એવી રીતે બુકીઓ એમાં પણ ‘એક્ટિવ’ થવા લાગ્યા છે. દરમિયાન ગુજરાતના રાજકરણમાં અચાનક ભૂકંપ આવી ગયો હોય એવી રીતે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપી દેતાં નવા મુખ્યમંત્રીના નામની ચર્ચાઓ શરૂ થવા લાગી હતી.

બુકીઓને ચાંદી ચાંદી થઈ જવા પામી. પ્રતીકાત્મક તસવીર.
બુકીઓને ચાંદી ચાંદી થઈ જવા પામી. પ્રતીકાત્મક તસવીર.

સટ્ટાબજારમાં ડબ્બો એટલે શું?
સટ્ટાબજારમાં ડબ્બો શબ્દ આપણે અવારનવાર સાંભળીએ છીએ કે વાંચીએ છીએ. ખરેખર ડબ્બા શબ્દનો અર્થ શું છે એ વિશે એક બુકીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે કોઈપણ પંટર નવા મુખ્યમંત્રી તરીકે જે નામ આપે અને સટ્ટો બુક કરાવે એટલી જ રકમ હાર કે જીતમાં ચૂકવવી પડે છે, જેને ડબ્બો કહેવામાં આવે છે.

દોઢ દિવસમાં જ સટ્ટો રમાડી દેવાનો નિર્ણય
છેલ્લા ઘણા સમયથી વરસાદ અને રાજકારાને પ રવાની રંગ લાગી ગયો હોય એવી રીતે હસ્તીઓ એમાં પણ ‘એક્ટિવ’ યા બચ્યા છે. દરમિયાન ગુજરાતના પાટેકરામાં અચાનક ભૂકંપ આપી ગયો હોય એવી રીતે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ નામ હેર થવા પર પૈસા લગાડીશું નહીં. રૂપાણીએ રાજીનામું આપી દેતાં નવા મુખ્યમંત્રીના નામની ચર્ચાઓ શરૂ થવા લાગી હતી. શનિવારે બપોરથી લઈ રવિવારે સાંજ સુધી અનેક નામો ચર્ચામાં હોવાને કારણે બુકીઓની દાઢ ડળકી હતી અને દોઢ દિવસમાં જ સટ્ટો રમાડી દેવાનો નિર્ણય લઈ ભાવ આપવાનું શરૂ કરતા પંટરોએ પણ મેદાનમાં ઊતરી જઈને વિવિધ નામો પર કરોડો રૂપિયા લગાવી દીધા હતા.

મોદી-શાહની જોડીએ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરીને સૌને ચોંકાવી દીધા છે.
મોદી-શાહની જોડીએ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરીને સૌને ચોંકાવી દીધા છે.

મોટા ભાગે કોઈ નવું જ નામ જાહેર થશે
જોકે જે નામો ટ્રેન્ડમાં હતા એમાંથી એકપણ નામ નહીં નીકળતાં પંટરો રીતસરના ધોવાઈ ગયા હતા તો બુકીઓ કમાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કામ કરવાની ‘શૈલી’થી લગભગ તમામ લોકો વાકેફ છે અને મુખ્યમંત્રીની પસંદગીમાં પણ કંઈક આવું જ બનવાનું હોવા છતાં લોકોએ સટ્ટાની આગમાં હાથ નાખી દેતા અત્યારે તેમને દાઝવાનો વખત આવ્યો છે. મોટા ભાગના લોકોને ખબર જ હતી કે જે નામ ચર્ચામાં ચાલી રહ્યા છે એમાંથી કદાચ જ કોઈની પસંદગી થશે, મોટા ભાગે કોઈ નવું જ નામ જાહેર થશે.

આ નામો ચર્ચામાં હતાં.
આ નામો ચર્ચામાં હતાં.

બુકીઓને ચાંદી ચાંદી થઈ જવા પામી
આમ છતાં પંટરોએ નીતિન પટેલ, ગોરધન ઝડફિયા, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, આર.સી.ફળદુ, જિતુ વાઘાણી સહિતના નેતાઓનાં નામ ઉપર પાંચ હજારથી લઈ પાંચ લાખ રૂપિયા સુધીનો સટ્ટો લગાવી દઈને ટીવી સામે એકીટશે ગોઠવાઈ ગયા હતા કે કોનું નામ મુખ્યમંત્રી તરીકે નીકળે છે. જેવું ભૂપેન્દ્ર પટેલનું નામ નીકળ્યું કે તમામ પંટરોના ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ હતી અને બુકીઓનાં મુખડાં હરખાવા લાગ્યાં હતાં ! જે નામ ચર્ચામાં ચાલતાં હતાં એમાંથી જ જો કોઈનું નામ નીકળ્યું હોત તો અનેક પંટરો જીતી ગયા હોત, પરંતુ અહીં તો ચર્ચામાં રહ્યા વગરનું જ નામ જાહેર થતાં બુકીઓને ચાંદી ચાંદી થઈ જવા પામી હતી.

ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરીને સૌને ચોંકાવી દીધા છે
ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી માટે જે રીતે મોદી-શાહની જોડીએ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરીને સૌને ચોંકાવી દીધા છે ત્યારે પંટરો પણ ધોવાઈ ગયા છે. જાણવા મળ્યા પ્રમાણે અનેક પંટરોએ હવેથી ક્યારેય મુખ્યમંત્રીના નામ પર સટ્ટો નહીં રમવાની કસમ ખાઈ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પંટરોનું કહેવું છે કે હવેથી કોઈપણ પ્રકારનો સટ્ટો રમી નાખીશું, પણ ક્યારેય ભાજપના હોદ્દેદારોનું નામ જાહેર થવા પર પૈસા લગાડીશું નહીં !