તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિલિજિયન:રામમંદિર માટે સૌરાષ્ટ્રના 6375 ગામડાંઓમાંથી ફંડ ઉઘરાવાશે

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આર્ષ વિદ્યામંદિરમાં સૌરાષ્ટ્રના સંતોની બેઠક મળી
 • મિનિમમ રૂ. 10, પરિવારદીઠ રૂપિયા 100 ધનરાશી આપવા આહવાન

રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે ધનસંગ્રહ અભિયાનનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર પ્રાંતના સાધુ-સંતોની મુંજકામાં આવેલા આર્ષ વિદ્યામંદિરમાં ખાસ બેઠક મળી હતી. વિશ્વ હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના 6375 ગામડાંઓમાં 2.16 કરોડ જનસંખ્યા એટલે કે આશરે 40 લાખ પરિવારનો સંપર્ક કરવાનું આયોજન કરાયું છે. 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી આ અભિયાન ચાલશે. દરેક સંતોને જિલ્લા પ્રમાણે જવાબદારીની વહેચણી કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ ઘેર ઘેર જઈ લોકોનો સંપર્ક કરશે. આર્ષ વિદ્યામંદિરમાં યોજાયેલી સૌરાષ્ટ્રના સંતોની બેઠકમાં મુંજકા આર્ષ વિદ્યામંદિરના સંત પરમાત્માનંદ સ્વામીજી, આત્માનંદ સરસ્વતીજી-બોટાદ, વિવેક સાગરજી-ધ્રાંગધ્રા, રામચંદ્રદાસજી, ધર્મવત્સલસ્વામી- રીબડા, કે.પીસ્વામી-દ્વારકા, ભક્તિપ્રસાદ સ્વામી, દેવજીભાઈ રાવત, તેમજ વીએચપી અને આરએસએસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રામમંદિર માટે આ રીતે ધન એકત્રિત કરાશે

 • દરેક સંતને જિલ્લા પ્રમાણે જવાબદારી ફાળવવામાં આવશે
 • 6375 ગામડાંઓમાં હજારો સ્વયંસેવકો 40 લાખ પરિવારોનો સંપર્ક કરશે
 • એક વ્યક્તિ પાસેથી મિનિમમ રૂ.10, પરિવાર પાસેથી રૂ.100 ફંડ મગાશે
 • 5 જાન્યુઆરી સુધી પ્રત્યેક જિલ્લામાં સંતોની બેઠકો યોજાશે.
 • ઉદ્યોગપતિ સહિતના નામી વ્યક્તિને વધુ ધનરાશી આપવા અનુરોધ કરાશે
 • જે વ્યક્તિ જેટલું દાન અપાશે તેની પાકી પહોંચ આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો