તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો હુકમ:મહંત આપઘાત કેસમાં ફરાર વિક્રમના આગોતરા નામંજૂર

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવે પોલીસ સોહલાને પકડી શકશે
  • આરોપી લાકડી સાથે રૂમમાં જતો નજરે પડે છે: કોર્ટ

શહેરની ભાગોળે મોરબી રોડ, કાગદડી પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસબાપુના આપઘાત કેસમાં નાસતા ફરતા આરોપી વિક્રમ સોહલાએ પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજીને અદાલતે નામંજૂર કરી છે. કેસની વિગત મુજબ, મહંતે આપઘાત કર્યા બાદ તેમના રૂમમાંથી સ્યૂસાઇડ નોટ મળી હતી. જે સ્યૂસાઇડ નોટના આધારે સરકારી વકીલ, ડોક્ટર, વિક્રમ સોહલા અને મહંતના ભત્રીજા સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

ફરિયાદ બાદ તમામ આરોપીઓ નાસી ગયા હતા. દરમિયાન કેસમાં નાસતા ફરતા આરોપી વિક્રમ સોહલાએ અદાલતમાં કરેલી આગોતરા જામીન અરજીનો સરકારી વકીલ એસ.કે.વોરાએ વિરોધ કરી રજૂઆત કરતા જણાવ્યું કે, આરોપી વિક્રમ સોહલા મહંતના આપઘાત પૂર્વેના દિવસે લાકડી લઇ મહંતના રૂમમાં જતો હોવાના સીસીટીવી ફૂટેજ છે. જોકે, મહંતના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યાં નથી. ત્યારે વિક્રમે મહંત સાથે શું દુર્વ્યવહાર કર્યો તે એક ગંભીર તપાસનો વિષય હોય તેની ધરપકડ કરી પૂછપરછ કરવી જરૂરી છે.

વિક્રમ તપાસમાં સાથ સહકાર આપવાના બદલે સીધો કોર્ટમાં આવી પોતાનો બચાવ રજૂ કરે તે કાયદાની માન્ય પ્રક્રિયા ન હોવાથી આરોપી વિક્રમના આગોતરા જામીન નામંજૂર કરવા જોઇએ. સરકાર પક્ષની રજૂઆત બાદ અદાલતે ફરાર વિક્રમ સોહલા સીસીટીવી કેમેરામાં લાકડી સાથે રૂમમાં જતો દેખાતો હોય તેની સંડોવણી પ્રથમ દર્શનીય હોવાનું માની સેશન્સ જજ પી.એન.દવેએ ફરાર વિક્રમ સોહલાના આગોતરા નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...