તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:12 વર્ષથી ફરાર બરોડાની મહિલા પકડાઇ

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કૂટણખાનું ચલાવવાના કેસમાં પાસાનું વોરંટ ઇસ્યૂ થયું હતું

પોલીસ ચોપડે ચડ્યા બાદ લાંબા સમયથી નાસતા ફરતા ગુનેગારોનો પકડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ત્યારે 12 વર્ષથી હાથ ન લાગતી વડોદરાની ઉર્વશી ઉર્ફે પૂનમ ઉર્ફે તસ્લીમ અજિતસિંહ રાણા ઉર્ફે અજીજ નવાબ સૈયદ નામની મહિલા ગુનેગાર પોલીસને હોસ્પિટલ ચોકમાંથી મળી આવતા અટકાયત કરી કાર્યવાહી કરી છે. પકડાયેલી મહિલા 2008માં કૂટણખાનું ચલાવવાના ગુનામાં પ્રદ્યુમ્નનગર પોલીસમથકના ચોપડે ચડી હતી.

બાદમાં 2009માં તેની સામે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ પ્રતિબંધક ધારા હેઠળ કાર્યવાહી થઇ હતી. જેને પગલે બહુનામધારી મહિલા સામે પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું, પરંતુ વોરંટ ઇશ્યૂ થયા બાદ મહિલા નાસતી ફરતી હતી. આ ઉપરાંત શહેરમાં મારામારી, હુમલા સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત ઇભલાના ભાઇ મહમદ કરીમ કાથરોટિયા સામે એ ડિવિઝન પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેના પર મંજૂરીની મહોર લાગી જતા મહમદ કાથરોટિયાની અટકાયત કરી પાસા હેઠળ ભુજ જેલહવાલે કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો