આગાહી:કાલથી મિશ્રઋતુ, સવારે-રાત્રે ઠંડી અને દિવસે ગરમી પડશે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ પછી લઘુતમ તાપમાન 15 ડિગ્રીની ઉપર પહોંચશે

છેલ્લા કેટલાક દિવસથી લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં પહોંચી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ સુધી તાપમાનમાં કોઈ નોંધપાત્ર વધારો નહિ થાય. ત્યાર બાદ પછીના ત્રણ દિવસ તાપમાન ધીમે- ધીમે વધશે. શનિવારની સરખામણીએ રવિવારે એક ડિગ્રી તાપમાન વધતા લઘુતમ તાપમાન 13.2 ડિગ્રીએ પહોંચ્યું હતું.

વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે કાલથી એટલે કે 15 ફેબ્રુઆરીથી એક મહિના સુધી મિશ્રઋતુ જોવા મળશે. જેમાં દિવસે ગરમી અને સવારે અને રાત્રે ઠંડી પડશે. ત્રણ દિવસ પછી લઘુતમ તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સુધી વધતા લઘુતમ તાપમાન 15 ડિગ્રીની ઉપર પહોંચવાની સંભાવના છે.

રવિવારે પણ સૌરાષ્ટ્રના તમામ શહેરોમાં લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં નોંધાયું હતું. જેમાં સૌથી નીચું તાપમાન અમરેલી અને દીવમાં 12.2 ડિગ્રી રહ્યું હતું. એ સિવાય ભાવનગરમાં 14.2, દ્વારકા 16.8, ઓખા 19.9, પોરબંદર 14.4, વેરાવળ 15.1, સુરેન્દ્રનગર 13.5, મહુવા 12.7, કેશોદમાં 11.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. રાજકોટમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 62 ટકા હતું અને દિવસભર પવન 5 થી 10 કિમીની ઝડપે ફૂંકાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ શિયાળાની સત્તાવાર વિદાય માર્ચ માસથી થશે.

અન્ય સમાચારો પણ છે...