તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની કાર્યવાહી:આજથી 8 હોસ્પિટલમાં નવા દર્દીને દાખલ ન કરવા આદેશ, દાખલ દર્દીને રજા અપાયા બાદ ફાયર સેફ્ટીના અભાવને કારણે સીલ કરવામાં આવશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મનપાએ હોસ્પિટલમાં નોટિસ લગાવી. - Divya Bhaskar
મનપાએ હોસ્પિટલમાં નોટિસ લગાવી.
  • સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન, ડો.વિવેક જોષી, સન્માન મલ્ટિ સ્પેશિયાલિસ્ટ, નિહિત બેબી કેર, દેવ, સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ, દશા શ્રીમાળીમાં ફાયર સિસ્ટમ નથી

રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે દિવ્ય ભાસ્કરે જનતા નોટિસ આપ્યા બાદ હવે હોસ્પિટલ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. મનપાએ આઠ હોસ્પિટલને અંતિમ નોટિસ આપી છે અને હવે નવા દર્દીઓ તેમની હોસ્પિટલમાં દાખલ ન કરવા હોસ્પિટલ ખાતે નોટિસ ચિપકાવી દેવામાં આવી છે. આઠેય હોસ્પિટલમાં હયાત દર્દીઓને રજા અપાયા બાદ સીલ મારી દેવામાં આવશે. રાજકોટમાં 305 હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી તેથી આ તમામ હોસ્પિટલ સામે ક્રમશ: કાર્યવાહી થશે.

ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે ઢેબર રોડ પર આવેલી સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ, કોઠારિયા નાકા પાસે આવેલી દશા શ્રીમાળી હોસ્પિટલ, આત્મીય કોલેજ પાછળ આવેલી સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ, નાનામવા રોડ પર આવેલી નિહિત બેબી કેર હોસ્પિટલ, રાજનગર ચોક પાસે આવેલી સન્માન મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ પરથી ડો.વિવેક જોષીની હોસ્પિટલ અને નાનામવા રોડ પર આવેલી સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલને હવે નવા દર્દીને દાખલ ન કરવા અને સારવાર હેઠળના તમામ દર્દીઓને રજા અપાયા બાદ સીલ કરવામાં આવશે તે અંગેની નોટિસ આપવામાં આવી છે.

ત્રણ દિવસ બાદ ફરી આ હોસ્પિટલમાં રિ-ચેકિંગ થશે
રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે જણાવ્યું હતું કે, આઠ હોસ્પિટલમાં ફાયર એનઓસી અંગે અંતિમ નોટિસ આપી દીધી છે. આ સમયે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ કેટલા છે તેની પણ નોંધ કરી છે અને હવે નવા દર્દીઓ દાખલ કરવા નહીં તેવું સ્ટિકર પણ લગાવ્યું છે. હવે ત્રણ દિવસ બાદ ફરી ચેકિંગ કરવામાં આવશે કે કેટલા દર્દીઓ છે અને નવા કોઇ દર્દી દાખલ કરાયા છે કે નહીં. દાખલ દર્દીઓને રજા અપાયા બાદ હોસ્પિટલ સીલ કરવામાં આવશે.

આ હોસ્પિટલમાં ફાયરને લગતી આવી ખામી હતી

  • દેવ હોસ્પિટલ : પંપ ફાયર નથી, જે સિસ્ટમ છે તેમાં ખામી છે
  • સૌરાષ્ટ્ર કોવિડ: બંધ છે
  • દશા શ્રીમાળી: ફાયરના એક પણ સાધન નથી
  • સત્યસાંઇ હાર્ટ: ફાયર એલાર્મ સહિતના સાધનો નથી
  • નિહિત બેેબી કેર: પંપ ફાયર નથી, એલાર્મ સિસ્ટમ નથી
  • સન્માન મલ્ટિ સ્પેશિયાલિસ્ટ: હોઝરીલ છે અન્ય કંઇ સાધન નથી
  • ડો.વિવેક જોષીની : ફાયર પંપ, એલાર્મ, કંઇ સાધન નથી, આઇટમ વાલ્વ નથી
  • સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન: હોઝરીલ છે પણ અન્ય સાધન નથી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો