તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આજથી અમદાવાદ જવા માટે સવારથી સાંજ સુધી બસ મળશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટ, વડોદરા અને મહુવા જવા માટેની બસ શરૂ

રાત્રે- વહેલી સવારે બસ પોર્ટેથી બસ મળવાનું શરૂ થયા બાદ હવે યાત્રિકોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. આજથી અમદાવાદ,વડોદરા અને મહુવા રૂટની નવી બસ શરૂ કરવામાં આવનાર છે. જેને કારણે અમદાવાદ જવા માટે સવારના 5.30થી સાંજના 4.30 સુધી બસ મળી રહેશે. મુસાફરોની સંખ્યા વધતા બસના રૂટ શરૂ કરવામાં આવી રહ્યા છે.

રાજકોટથી અમદાવાદ જવા માટે સવારે 5.00, 5.30, બસ મળશે.જ્યારે બપોરે 12.15 કલાકે, 1.00 કલાકે, 2,00, 4.00, 4.45, અને સાંજે 6.00 કલાકે બસ મળશે. જ્યારે અમદાવાદથી રાજકોટ આવવા માટે સવારે 10,.05, 10.35 સાંજે 5.20, 6.15 , 7.30 રાત્રે 9.00 કલાકે, 9.50 અને 11.30 કલાકે બસ મળશે. જ્યારે રાજકોટ- અમદાવાદ-વડોદરાની બસ સાંજે 4.30 કલાકે ઉપડશે અને બરોડા- તારાપુર- રાજકોટની બસ બપોરે 2.00 કલાકે ઉપડશે.

ભાવનગર રોડ પરનું કામ આવતા માસથી શરૂ થશે
ટ્રાફિકને પહોંચી વળવા માટે અને મુસાફરોને અનુુકૂળતા રહે તે માટે ઢેબર રોડ સહિત કુલ ચાર બસપોર્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢેબર રોડ, માધાપર ચોકડી, ભાવગનર રોડ, ગોંડલ ચોકડી એમ કુલ ચાર બસપોર્ટ બનાવવાનું નક્કી કર્યું હતું. જેમાં ભાવનગર રોડ પર ફિલ્ડ માર્શલ ચોકડી નજીક જગ્યા નક્કી કરવામાં આવી હતી અને માટે ખાતમુહૂર્ત પણ થયું હતું. આ બસપોર્ટનું કામ હવે આવતા માસથી શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...