તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાહત:આજથી જામનગર, દ્વારકા, ભુજ સહિતની 210 ST બસ નવા બસપોર્ટમાંથી ઉપડશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

શહેરના નવા બસપોર્ટમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જવા માટે એસ.ટી બસો દોડી રહી છે. પ્રથમ તબક્કામાં 8 પ્લેટફોર્મની 301 બસોનું સ્થળાંતર કર્યા પછી તારીખ 27ને શનિવારથી વધુ 210 બસોનું બીજા તબક્કાનું સ્થળાંતર કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી અને ભુજ સહિતના કેટલાક જિલ્લાઓના રૂટની બસ શનિવારથી શાસ્ત્રીમેદાનને બદલે નવા બસપોર્ટ ખાતેથી ઉપડશે.

આજથી સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના રૂટ અને સૌરાષ્ટ્ર સિવાયના રૂટ નવા બસપોર્ટથી ઓપરેટ કરાશે. રાજકોટ ડિવિઝન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં પણ જણાવાયું છે કે નવા બસપોર્ટમાં બસ પાર્કિંગની જગ્યા જોતા હાલના શાસ્ત્રીમેદાન સ્થિત હંગામી બસ સ્ટેશનના 22 પ્લેટફોર્મ પૈકી 14 જ પ્લેટફોર્મ બસપોર્ટમાં તબદીલ કરી શકાય તેમ છે. બાકીના 15થી 22 નંબરના પ્લેટફોર્મ હજુ શાસ્ત્રીમેદાન ખાતેથી જ સંચાલિત કરાશે. આ ઉપરાંત બસની સંખ્યા વધતા હવે નવા બસપોર્ટમાં એકસાથે વધુ બસો ભેગી થાય તો ટ્રાફિક ન થાય તે અટકાવવાનો પડકાર પણ એસ.ટી તંત્ર માટે રહેશે.

આટલા રૂટની બસ નવા બસપોર્ટમાંથી ઉપડશે

  • પ્લેટફોર્મ નં. 12, 13, 14 : મોરબી, ભચાઉ, ગાંધીધામ, ભુજ, માંડવી, નખત્રાણા, રાપર, નલિયા, મુંદ્રા, કચ્છ.
  • પ્લેટફોર્મ નં.15 : કુવાડવા, વાંકાનેર
  • પ્લેટફોર્મ નં. 16, 17, 18 : પડધરી, ધ્રોલ, જામનગર, ખંભાળિયા, દ્વારકા, ઓખા.
  • પ્લેટફોર્મ નં. 19, 20 : નિકાવા, કાલાવડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો