રાજકોટમાં અલગ પ્રકારની પાઠશાળા શરૂ:વિદ્યાર્થીથી લઇને વડીલો વનસ્પતિ, ઔષધિની વચ્ચે અભ્યાસ કરી શકશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં શરૂ થઈ પર્યાવરણપ્રેમીઓ માટેની પાઠશાળા

સામાન્ય રીતે કોઈ પણ સંસ્થા દ્વારા નાના બાળકો, નિરીક્ષર લોકો માટે શેરી શાળા કે તાલીમ વર્ગ ચાલતા હોય છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકોટમાં એક અલગ પ્રકારની પાઠશાળા શરૂ કરવામાં આવી છે. જેને પર્યાવરણની પાઠશાળા નામ આપવામાં આવ્યું છે.

લોકો પર્યાવરણ, વનસ્પતિ, ઔષધિના વપરાશ, તેની ઉપયોગિતા વિશે પરિચિત થાય અને પર્યાવરણનું મહત્ત્વ સમજે તે માટે આ પાઠશાળા શરૂ કરવામાં આવી છે.આ પાઠશાળા પર્યાવરણ માટેની હોવાથી તેનો અભ્યાસ પણ વનસ્પતિ અને પ્રાકૃતિક માહોલમાં કરાવવામાં આવશે. આ પર્યાવરણ પાઠશાળામાં પર્યાવરણના જાણકાર, તજજ્ઞો દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા ભરતભાઇ સુરેજાએ જણાવ્યું હતું કે, કોરોના પછી આ પાઠશાાળા શરૂ કરવાનો વિચાર આવ્યો છે. અત્યારે શાળામાં જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે તે પુસ્તકિયું જ્ઞાન હોય છે. જ્યારે પર્યાવરણ એ ચોપડી પૂરતો મર્યાદિત રહે તેવો વિષય નથી. બાળકો અભ્યાસ કાળથી જ પર્યાવરણથી પરિચિત થાય અને નાનપણથી જ પ્રકૃતિથી પરિચિત થાય તે માટે આ પ્રકારની પાઠશાળા શરૂ કરવાનો નિર્ણય લીધો. રવિવારે આયોજિત પાઠશાળામાં 5 લોકો જોડાયા હતા. જેમાં અન્ય રાજ્યોમાં રહીને અભ્યાસ કરતા મહિલા દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું.

આ પાઠશાળામાં વર્ગો અલગ - અલગ વ્યક્તિ દ્વારા લેવામાં આવશે. જેમાં પર્યાવરણને કેવી રીતે નુકસાન થાય, કઈ વનસ્પતિનો શું ઉપયોગ કરી શકાય, કેવા પ્રકારના રોગમાં કઈ ઔષધિ ઉપયોગી છે. વગેરે બાબતો અંગે જાણકારી આપવામાં આવશે. દર સપ્તાહમાં એક વાર આ પ્રકારની પાઠશાળા રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...