તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના દરોડા:સાગરનગર અને અટિકામાંથી રૂ. 87 હજારનો દારૂ પકડાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને દરોડામાં 228 બોટલ સાથે ત્રણની ધરપકડ

માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા સાગરનગર-3માં રહેતો વાસુર ઉર્ફે મેરૂ ગોવિંદ હરણ નામનો શખ્સ તેના ઘરેથી વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની આજી ડેમ પોલીસને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વાસુર ઉર્ફે ગોવિંદ હરણને રૂ.39,600ના કિંમતની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 132 બોટલ સાથે પકડી પાડ્યો હતો.

પકડાયેલા વાસુર સાથે તેના જ વિસ્તારમાં રહેતો કુલદીપ ઉર્ફે લાલો ભગુ ધાધલ હોવાની કેફિયત આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી કુલદીપને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજા દરોડામાં નંબર પ્લેટ વગરની કાર પસાર થતા તેને અટકાવી હતી. કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 96 બોટલ મળી આવી હતી. પોલીસે કારમાં રહેલા ગોંડલ રોડ, ખોડિયારપરામાં રહેતા વનરાજ બદરૂ વાળા અને રામનગર-1માં રહેતા દિલીપ મેરૂ વનરાની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...