તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખરે ગણ્યાગાંઠ્યા નેતાઓ જ મેદાને:રાજકોટના ભાજપના MLAએ ડિપોઝિટ વગર ઓક્સિજનના બાટલા આપવાનું શરૂ કર્યું, ધોરાજીમાં કોંગી MLAએ રેમડેસિવિર માટે 10 લાખની ગ્રાન્ટ ફાળવી

રાજકોટ22 દિવસ પહેલા
રાજકોટના ભાજપના ધારાસભ્યએ ઓક્સિજન-સિલિન્ડર આપવાનું શરૂ કર્યું.
  • જામકંડોરણા કન્યા છાત્રાલયમાં જયેશ રાદડિયાએ 264 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કર્યું

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેરમાં લોકો ખૂબ ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે. પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક વધારે નોંધાઈ રહ્યા છે. વધતા જતા સંક્રમણ વચ્ચે નેતાઓ ક્યાં છે એ અંગે લોકો સવાલો પૂછતા હતા અને સોશિયલ મીડિયામાં વિવિધ પોસ્ટ કરતા હતા. જોકે હવે રહી રહીને ગણ્યાગાંઠ્યા નેતાઓને ભાન આવ્યું છે અને લોકોની સેવામાં જોડાય રહ્યા છે. રાજકોટના ભાજપના MLA અરવિંદ રૈયાણીએ ડિપોઝિટ વગર ઓક્સિજનના બાટલા આપવાનું શરૂ કર્યું છે તો ધોરાજીમાં કોંગી MLA લલિત વસોયાએ રેમડેસિવિર ઇન્જેક્શન માટે 10 લાખની ગ્રાન્ટ ફાળવી છે.

રાજકોટ શહેર અને જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર
રાજકોટ શહેર અને જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થતી જઇ રહી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ધારાસભ્યો પોતાની જનતા માટે મેદાને આવ્યા છે. રાજકોટના ધારાસભ્ય પૈકી મંત્રી જયેશ રાદડિયા, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણી લોકોની સેવા માટે વહારે આવ્યા છે.

જયેશ રાદડિયાએ છાત્રાલયમાં 264 બેડનું કોવિડ સેન્ટર શરૂ કર્યું.
જયેશ રાદડિયાએ છાત્રાલયમાં 264 બેડનું કોવિડ સેન્ટર શરૂ કર્યું.

જામકંડોરણા કન્યા છાત્રાલયના બિલ્ડિંગમાં 264 બેડનુ કોવિડ કેર સેન્ટર કાર્યરત
હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમા જેતપુર-જામકંડોરણા તેમજ આજુબાજુના વિસ્તારના કોરોનાગ્રસ્ત લોકોને મુશ્કેલી ન પડે અને યોગ્ય સારવાર મળી રહે એ માટે જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય ખાતે સંસ્થાના સંપૂર્ણ હવાઉજાસવાળા એટેચ ટોઈલેટની સુવિધા સાથેના 132 રૂમનાં 267 બેડ સાથેના બિલ્ડિંગમાં રાજ્ય સરકારની મંજૂરીથી આજુબાજુના વિસ્તારના કોરોના દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે એવી સુવિધા ઊભી કરવામાં આવી છે. આ કોવિડ કેર સેન્ટર 11 એપ્રિલથી કાર્યરત કરાવવામાં આવ્યું છે.

રેમડેસિવિર ઇન્જેક્શન માટે લલિત વસોયાએ 10 લાખની ગ્રાન્ટ ફાળવી.
રેમડેસિવિર ઇન્જેક્શન માટે લલિત વસોયાએ 10 લાખની ગ્રાન્ટ ફાળવી.

લલિત વસોયાએ રેમડેસિવિર ઇન્જેક્શન માટે 10 લાખની ગ્રાન્ટ ફાળવી
ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં ઇન્જેક્શનનો જથ્થો સમયસર મળી રહે એ માટે આ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા જનતાની વહારે આવ્યા છે. ધારાસભ્ય લલિત વસોયા દ્વારા પોતાને મળતી ગ્રાન્ટમાંથી ધોરાજી અને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીઓને સમયસર આસાનીથી મળી રહે એ માટે બન્ને સરકારી હોસ્પિટલમાં રૂપિયા 5-5 લાખની ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના પેન્ડેમિક દરમિયાન ઉપલેટા-ધોરાજી સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 10-10 લાખની ગ્રાન્ટ ફાળવી હતી, જેનો સદુપયોગ થયો ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને આ વખતે માત્ર ઇન્જેક્શન માટે જ ગ્રાન્ટ ઉપયોગ કરવી એ અંગે ભલામણ કરી છે.

અરવિંદ રૈયાણીએ ડિપોઝિટ વગર ઓક્સિજન-સિલિન્ડર આપવા શરૂઆત કરી
કોરોનાની આ બીજી ઘાતક લહેરમાં 40 ટકા દર્દીઓને ઓક્સિજન પ્રમાણ ઓછું થતું જોવા મળી રહ્યું છે ત્યારે હાલના સમયમાં દર્દીઓને ઓક્સિજન માટે ખૂબ હાલાકી સામનો કરવો પડી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી ગત 16 એપ્રિલથી રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કોઇપણ પ્રકારની ડિપોઝિટ વગર ઓક્સિજન-સિલિન્ડર આપવાની સેવા શરૂ કરી છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હાલ 200 સિલિન્ડર્સ અવેલેબલ છે, આજે બીજાં 50 અને ગુરુવારે બીજાં 150 એમ કુલ 200 નવાં સિલિન્ડર્સ આ સપ્તાહની અંદર તેઓ ખરીદ કરશે અને આ સેવાકાર્ય અવિરત ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે હાલ 200 સિલિન્ડર્સ આપ્યાં બાદ 80 લોકોનું વેઇટિંગ પણ ધારાસભ્યના કાર્યાલય પર ઓક્સિજન-સિલિન્ડર મેળવવા નોંધાયું છે.

રાજકોટ અરવિંદ રૈયાણીએ ડિપોઝિટ વગર ઓક્સિજન-સિલિન્ડર આપવાનું શરૂ કર્યું.
રાજકોટ અરવિંદ રૈયાણીએ ડિપોઝિટ વગર ઓક્સિજન-સિલિન્ડર આપવાનું શરૂ કર્યું.

નેતાઓ લોકોની વહારે આવે એવી માગ
હાલ આ પેન્ડેમિક દરમિયાન પક્ષાપક્ષીથી પર રહી તમામ નેતાઓ સાથે મળી લોકોની વહારે આવી લોકોની આ મુશ્કેલીના સમયમાં સાથે મળી સેવા કરે તો આ વૈશ્વિક મહામારીનો સામનો કરી તેમાંથી બહાર નીકળી શકાય તેમ છે. તંત્રની કામગીરીને લોકો અને નેતાઓ સાથ આપી આ મહામારી દૂર કરવા એક બને એ જરૂરી છે..

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો