• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • From Rajkot, 15 Tonnes Of Flowers, 5 Tonnes Of Chillies Go To Other States, Increasing The Income Of Vegetables To Rs. Down To 30

ભાસ્કર વિશેષ:રાજકોટથી ફ્લાવર 15 ટન, મરચી 5 ટન બીજા રાજ્યમાં જાય છે, શાકભાજીની આવક વધતા ભાવમાં કિલોએ રૂ. 30 સુધીનો ઘટાડો

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોરતા પછી શાકભાજીનો ભાવ હજુ ઘટશે, ટમેટા માટે મહારાષ્ટ્ર અને બેંગ્લોર પર આધાર

રાજકોટમાં એક મહિના પહેલા રૂ. 70 થી 80નું કિલો મળતા શાકભાજીના ભાવમાં રૂ. 30 થી 50 સુધીનો ઘટાડો આવતા ગૃહિણીઓને હાશકારો થયો છે. લોકલ આવક શરૂ થવાને કારણે હવે રાજકોટ- સૌરાષ્ટ્રમાંથી શાકભાજી બીજા રાજ્યમાં જાય છે જેમાં સૌથી વધુ ફલાવર અને મરચીનો સમાવેશ થાય છે.

યાર્ડના ઈન્સ્પેકટરના જણાવ્યાનુસાર રાજકોટમાંથી ફલાવર 15 ટન અને 5 ટન મરચી બીજા રાજ્યમાં જાય છે. હજુ નોરતામાં શિયાળુ શાકભાજીની આવક શરૂ થઈ જાશે એટલે હજુ ભાવ ઘટવાની સંભાવના છે. ટમેટાના કાયમી માટે અહિનું વાતાવરણ અનુકૂળ નહિ હોવાને કારણે મહારાષ્ટ્ર, બેંગ્લોર પર આધારિત રહેવું પડે છે.

લોકલ શાકભાજી બીજા રાજ્ય ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેર અને અન્ય જિલ્લામાં જાય છે. કારણ કે ત્યાં વધુ વરસાદ હોવાને કારણે ત્યાં હજુ શાકભાજીની આવક ઓછી છે અને ભાવ વધારે છે. તેથી મોટા ભાગના વેપારીઓ અહીંથી માલ મંગાવે છે. હાલમાં ટમેટા, લીંબુ અને ગુવાર મોંઘા છે.

એ સિવાયના શાકભાજીના ભાવમાં ઘટાડો આવ્યો છે. ગત માસમાં વરસાદ હોવાને કારણે શાકભાજી લઇને આવતા ખેડૂતોની સંખ્યા ઘટી હતી. પરંતુ અત્યારે વરસાદે વિરામ લીધો છે. જેથી શાકભાજીની આવક વધી છે . રાજકોટ યાર્ડમાં શહેર ઉપરાંત જસદણ, ગોંડલ, ધ્રોલ, જામનગર, દ્વારકા, કાલાવડ, જૂનાગઢ સહિતના ગ્રામ્ય વિસ્તાર અને પંથકમાંથી શાકભાજી લઈને આવતા ખેડુતો પણ વધ્યા છે.

એક મહિના અને હાલના શાકભાજીના ભાવ
શાકભાજીમહિના પૂર્વેહાલનો ભાવ
બટેટા30થી 4020 થી 30
ટમેટા40થી 6040 થી 50
લીંબુ50થી 6040થી 50
કોથમરી80થી 9030થી 40
આદુ60થી 7025થી 40
લીલા મરચા40થી 5015થી 25
રીંગણા30થી 4010થી 15
ગાજર40થી 6030 થી 40
(નોંધ: યાર્ડમાંથી મળેલા એક કિલોના ભાવ છે)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...