હેલિકોપ્ટરમાં ઠાકોરજીની જાન:રાજકોટના પાળ ગામેથી શાલિગ્રામ ભગવાન હેલિકોપ્ટરમાં સવાર થઈ લાપાસરી ગામે પહોંચ્યા, કાળિયા ઠાકોરનાં દેદીપ્યમાનનાં દર્શન ડ્રોન કેમેરામાં કેદ

રાજકોટ22 દિવસ પહેલા
  • લાપાસરી ગામમાં જાજરમાન તુલસી વિવાહ, યજમાન પરિવારના ઘરેથી વાજતેગાજતે વરઘોડો નીકળ્યો
  • ભક્તોએ તુલસી વિવાહનાં દર્શનનો લાભ લીધો

આજે અગિયારસના દિવસે ઠેર ઠેર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. એમાંય ખાસ રાજકોટના પાળ ગામે તુલસી વિવાહે આકર્ષણ જમાવ્યું છે, કારણ કે પાળ ગામનાં ગ્રામજનો સાથે ઠાકોરજીની જાન હેલિકોપ્ટરમાં સવાર થઈને પાળ ગામથી 15 કિલોમીટર દૂર લાપાસરી ગામ ખાતે તુલસી માતા સાથે લગ્ન માટે પહોંચી હતી. આ સમગ્ર ઘટના ડ્રોન કેમેરામાં કેદ થઈ હતી, જેનાં દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

પાળ ગામની બાળા કૃષ્ણ ભગવાનના પરિધાનમાં તૈયાર થઈ હતી.
પાળ ગામની બાળા કૃષ્ણ ભગવાનના પરિધાનમાં તૈયાર થઈ હતી.
યજમાન પરિવારના ઘરેથી વાજતેગાજતે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો
યજમાન પરિવારના ઘરેથી વાજતેગાજતે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો

વાજતેગાજતે ભગવાનનો વરઘોડો નીકળ્યો
શહેરના કાલાવડ રોડ ખાતે આવેલ હરીપર પાળ ગામે બિરાજેલા ઠાકોરજીની આજે કારતક સુદ એકાદશી (દેવઊઠી એકાદશી) પર્વ નિમિતે નિત્યક્રમ મુજબ સવારે 6.45 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને પંચામૃત અભિષેક સ્નાન થઈ વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. જે બાદ ઠાકોરજીને દુલ્હેરાજાની જેમ તૈયાર કરવામાં આવ્યા હતા અને શહેરના કાલાવડ રોડ ખાતે આવેલ હરીપર પાળ ગામે યજમાન પરિવારના ઘરેથી વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો નિકળ્યો હતો. મંદિરના પૂજારીદ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો. ભગવાન શાલિગ્રામ હેલીકોપ્ટરમાં બિરાજી જાન લઇ તુલસીજી સાથે લગ્ન કરવા માટે 15 કિલોમીટર દૂર લાપાસરી ગામ ખાતે ગયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શનકરી ધન્યતા અનુભવી હતી.

ઠાકોરજીને દુલ્હેરાજાની જેમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઠાકોરજીને દુલ્હેરાજાની જેમ તૈયાર કરવામાં આવ્યા હતા.
રાજકોટના પાળ ગામે તુલસી વિવાહએ આકર્ષણ જમાવ્યું છે.
રાજકોટના પાળ ગામે તુલસી વિવાહએ આકર્ષણ જમાવ્યું છે.
ભગવાન શાલિગ્રામ હેલિકોપ્ટરમાં બિરાજી લાપાસરી ગામ ખાતે ગયા.
ભગવાન શાલિગ્રામ હેલિકોપ્ટરમાં બિરાજી લાપાસરી ગામ ખાતે ગયા.

વૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ પથ્થરના શાલિગ્રામ બન્યા
ઉલ્લેખનીય છે કે આજે દેવઉઠી એકદાશી છે. આજના દિવસે તુલસી વિવાહ કરાવવાની પરંપરા છે. ભગવાન શાલિગ્રામ સાથે તુલસીજીના લગ્ન થાય છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે, જેમાં જાલંધરને હરાવવા માટે ભગવાન વિષ્ણુએ વૃંદા નામની પોતાની ભક્ત સાથે છળ કર્યું હતું. ત્યાર પછી વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા હતાં, પરંતુ લક્ષ્મી માતાની વિનંતી પછી તેમને ફરી મૂળ સ્વરૂપમાં લાવીને પોતે સતી થઇ ગઇ. તેમની રાખથી જ તુલસીના છોડનો જન્મ થયો અને તેની સાથે શાલિગ્રામના લગ્નની પ્રથા શરૂ થઇ છે.

આજના દિવસે તુલસી વિવાહ કરાવવાની પરંપરા છે - પ્રતીકાત્મક તસવીર
આજના દિવસે તુલસી વિવાહ કરાવવાની પરંપરા છે - પ્રતીકાત્મક તસવીર
આ સમગ્ર ઘટના ડ્રોન કેમેરામાં કેદ થઈ હતી
આ સમગ્ર ઘટના ડ્રોન કેમેરામાં કેદ થઈ હતી