તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:સોયથી લઈને સોનું રાજકોટથી એક જ દી’માં મુંબઈ પહોંચશે

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એર કનેક્ટિવિટી વધ્યા બાદ હવે કાર્ગો સર્વિસ શરૂ થશે

રાજકોટ એરપોર્ટ પર દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર જવા માટે હવે રોજ 11 ફ્લાઈટ ઉડાન ભરે છે. એર કનેક્ટિવિટી વધ્યા બાદ હવે ટૂંક સમયમાં કાર્ગો સર્વિસ શરૂ થશે. કાર્ગો સર્વિસને એક કે બે દિવસમાં મંજૂરી મળી જવાની સંભાવના એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહએ વ્યક્ત કરી છે. જો કાર્ગો સર્વિસ શરૂ થશે તો સૌરાષ્ટ્રના નિકાસકારોને ફાયદો થશે. સોયથી લઇને સોનું કાર્ગો મારફતે એક જ દિવસમાં રાજકોટથી મુંબઈ સુધી મોકલી શકાશે.

એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ વાસાણીના જણાવ્યાનુસાર અત્યારે કાર્ગો સર્વિસ ઉપલબ્ધ નહીં હોવાથી માલ મુંબઈ મોકલવો પડે છે. જેમાં સૌથી વધુ સમય બગડે છે. મુંબઈ મોકલ્યા બાદ બીજા દેશની એર કનેક્ટિવિટી મળ્યા પછી માલ અન્ય દેશોમાં જાય છે. જેને કારણે સમય ઘણો નીકળી જાય છે. સૌરાષ્ટ્ર ઓટોમોબાઈલના પાર્ટસ, એગ્રિકલ્ચરના સાધનો, ફોર્જિંગ, બેરિંગ, સિરામિક ,બ્રાસપાર્ટ, પ્લાસ્ટિક, કિચનવેર પ્રોડક્ટનું હબ છે.

હાલ આ મુશ્કેલી પડી રહી છે

 • પેટ્રોલ,ડીઝલના ભાવમાં વધારો થવાથી ભાડામાં ભાવવધારો થયો છે.
 • કન્ટેનર અને શિપમેન્ટશિપ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી.
 • એક બાજુ રો-મટિરિયલ્સના ભાવમાં વધારો આવ્યો છે, ભાડા વધતા જે ખર્ચ આવે છે તે પોષાય એમ નથી.

નવી ફ્લાઇટ શરૂ થઇ તો પણ રાજકોટ એરપોર્ટને નુકસાન જશે
માર્ચ મહિનાથી રાજકોટ એરપોર્ટ પર રોજ 28 ફ્લાઈટ ઉડાન ભરે છે. મુસાફરો વધવાથી રાજકોટ એરપોર્ટને આવક થશે તેવી આશા સેવાઈ રહી હતી, પરંતુ આ આશા નિરાશામાં પરિવર્તિત થઇ છે. આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત બનતા હવે મુસાફરો મુસાફરી ટાળી રહ્યા છે.પરિણામે નવી શરૂ થયેલી ફ્લાઇટમાં પૂરતા પેસેન્જર મળતા નથી. પરિણામે કેટલીક ફ્લાઇટ કેન્સલ કરવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો