તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક ઓફ:મુંબઇથી રાજકોટ આવેલા ઇન્ડિગોના પ્લેનના એન્જિનમાં ખામી આવતા 7 દિવસ એરપોર્ટમાં પડ્યું રહ્યું, દિલ્હીથી પાર્ટ્સ મગાવી રિપેર કર્યું, આજે ઉડાન ભરી

રાજકોટ23 દિવસ પહેલા
7 દિવસ બાદ પ્લેન ટેક ઓફ થયું.
  • ટ્રક મારફત દિલ્હીથી પાર્ટસ મંગાવવામાં આવ્યા હતા, બે દિવસ રિપેરિંગ કામ ચાલ્યું

રાજકોટ એરપોર્ટમાં જન્માષ્ટમીના તહેવારોમાં ઇન્ડિગો કંપનીનું વિમાન રાજકોટ એરપોર્ટ ખાતે યાંત્રિક ખામીને કારણે બંધ પડતા છેલ્લા 7 દિવસથી રિપેરિંગ કામ ચાલી રહ્યુ હતું. આજે રિપેરિંગ કામ પૂર્ણ થતા આજે તે વિમાને ઉડાન ભરી છે. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ એરપોર્ટ પર બંધ પડેલી ઈન્ડિગો ફ્લાઇટનું એન્જિન રાજકોટ પહોંચતા ગઈકાલે રાત્રિથી આજે સવાર સુધી એન્જિન રિપેરિંગ કામ ચાલ્યું હતું. રિપેરિંગ માટે દિલ્હીથી પાર્ટ્સ મગાવવામાં આવ્યા હતા. આજે રિપેરિંગ પુરૂ થતા વિમાનના પાયલોટને બોલાવી બપોરના 12.10 વાગ્યે રાજકોટ એરપોર્ટ પરથી વિમાને ઉડાન ભરી હતી.

બપોરે 12.10 વાગ્યે વિમાને ફરી ઉડાન ભરી
રાજકોટ એરપોર્ટ ખાતે ગત તા.27નાં રોજ ઇન્ડિગો કંપનીનું મુંબઇથી આવેલુ વિમાન રાજકોટ લેન્ડ થયા બાદ તેના એન્જિનમાં ખામી સર્જાતા ટેક ઓફ નહીં થઇ શકતા આ વિમાનને પાર્કિંગમાં મૂકી રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યુ હતું. પરંતુ એન્જિન પાર્ટસ ઉપલબ્ધ નહીં હોવાથી ટ્રક મારફત દિલ્હીથી પાર્ટસ મંગાવવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા એન્જિન પાર્ટસ આવી પહોંચતા એન્જિનિયરો દ્વારા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. ગત રાત્રિના ક્રેઇનની મદદથી એન્જિન બદલી વિમાનની યાંત્રિક ખામી દૂર કરવામાં આવી હતી. આજે પાયલોટ આવ્યા બાદ બપોર 12.10 વાગ્યે વિમાન ફરી ઉડાન ભરી છે.

રિપેરિંગમાં ક્રેનનો ઉપયોગ કરાયો.
રિપેરિંગમાં ક્રેનનો ઉપયોગ કરાયો.

ખોરવાઇ ગયેલી હવાઇ સેવા પુન: રાબેતા મુજબ શરૂ
ઉલ્લેખનીય છે કે, આ વિમાન ઉપડ્યા બાદ રાજકોટની ખોરવાઇ ગયેલી હવાઇ સેવા પુન: રાબેતા મુજબ શરૂ થઇ શકશે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. પાર્કિંગના અભાવના કારણે ગઈકાલે ઇન્ડિગોની મુંબઈથી આવતી ફ્લાઇટ પેસેન્જરોને ઉતાર્યા વગર બે વખત રાજકોટથી પરત ફરી હતી. ત્યારે આજે આખરે ફ્લાઇટ ઉડાન ભરતા એર ટ્રાફિક કંટ્રોલ કરવામાં થતી મુશ્કેલી દૂર થશે.

એન્જિન બદલવામાં આવ્યું.
એન્જિન બદલવામાં આવ્યું.

પાર્કિંગ ચાર્જ પાછો ખેંચવા કોંગ્રેસની રજુઆત
રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ એરપોર્ટ ઓથોરિટીને પાર્કિંગ ચાર્જ પાછો ખેંચવા રજુઆત કરી હતી. કોંગ્રેસ જણાવ્યું હતું કે, રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પીકઅપ અને ડ્રોપ માટે મુસાફરોને તેમજ તેડવા મુકવા આવેલા સંબંધીઓને હાલ રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના મનસ્વી રીતે બહાર પાડેલા નીતિ નિયમોથી હેરાન-પરેશાન થવું પડી રહ્યું છે. તેમજ કોઈ પણ મુસાફરોને તેડવા-મુકવા આવેલા સંબંધીઓને ફક્ત ત્રણ મિનીટનો સમય આપવામાં આવે છે, નહીંતર એરપોર્ટ ઓથોરીટી દ્વારા પાર્કિંગ ચાર્જીસ અમાનુષી રીતે વસુલ કરવામાં આવે છે. જ્યારે કોઈ મુસાફરને તેડવા-મુકવા માટે કોઈ વાહન પ્રવેશે છે ત્યારે તેને ટ્રાફિક સમસ્યા, લગેજ ચડાવવા અને ઉતારવા માટે સામાન્ય પાંચ-સાત મિનીટ જેવો સમય લાગે છે ત્યારે અમારી રજૂઆત છે કે આ મનસ્વીરીતે બહાર પાડેલો નીતિનિયમ પાછો ખેંચવામાં આવે.

પાર્કિંગ ચાર્જ પાછો ખેંચવા કોંગ્રેસની રજુઆત.
પાર્કિંગ ચાર્જ પાછો ખેંચવા કોંગ્રેસની રજુઆત.
અન્ય સમાચારો પણ છે...