તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશાનો કારોબાર ઝડપાયો:ધોરાજીના ભૂખી ગામેથી રૂ. 3.62 લાખનો ગાંજો ઝડપાયો, 1.2 કિલો સુકા અને 69 કિલો લીલા ગાંજાના જથ્થા સાથે ગાંજાનું વાવેતર કરતા આરોપીની ધરપકડ

ધોરાજી25 દિવસ પહેલા
ગાંજાની ખેતી કરતા શખ્સની ધરપકડ કરી
  • ધોરાજી પોલીસને રેડ દરમિયાન ગાંજાના છોડ મળી આવ્યા
  • નશાના કાળા કારોબારનું એપિસેન્ટર રાજકોટ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામેથી ગાંજાના નશીલા કારોબારનું નેટવર્ક ઝડપાયું છે. જેમાં ધોરાજી પોલીસે બાતમીના આધારે 1.2 કિલો સુકા અને 69 કિલો લીલા ગાંજાના જથ્થા સાથે ગાંજાનું વાવેતર કરતા આરોપીની ધરપકડ કરી છે. રૂ,રૂ. 3.62 લાખના ગાંજાના જથ્થાને કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને તેમાં પણ પાટનગર રાજકોટ ખાસ માદક પદાર્થનું એપિસેન્ટર બની ગયું હોય તેવું લાગી છે.

ગાંજાની ખેતી કરતા શખ્સની ધરપકડ કરી
ગાંજાની ખેતી કરતા શખ્સની ધરપકડ કરી

3.62 લાખનો ગાંજો ઝડપાયો
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસે ભૂખી ગામ ખાતે ભાદર ડેમના કાંઠે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી રહેણાંક મકાનમાં પાછળના ભાગે ગાંજાની ખેતી કરતા શખ્સની ધરપકડ કરી છે. આ રેડ દરમિયાન પોલીસે 1.2 કિલો સુકો ગાંજો ઝડપ્યો અને 69 કિલો લીલા ગાંજાનો જથ્થો ઝડપી પાડી ગાંજાની ખેતી કરતા ગોરધન દેવાયત મેર નામના વ્યક્તિની ધરપકડ કરી કુલ 3 લાખ 62 હજાર 800 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોરધન દેવાયત મેર નામના વ્યક્તિની ધરપકડ કરી
ગોરધન દેવાયત મેર નામના વ્યક્તિની ધરપકડ કરી

નશાના કાળા કારોબારનું એપિસેન્ટર રાજકોટ
એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે નશાના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં છાશવારે નશાના માદક પદાર્થ સાથે એક પછી એક આરોપીઓ પકડાઈ રહ્યા છે. હાલ ધોરાજી પોલીસે આરોપીની ધરપકડ કરી કેટલા સમયથી ગાંજાની ખેતી કરતો ઉપરાંત સૂકા ગાંજાનો જથ્થો કોને કોને કેટલી કિંમતથી વહેંચતો હતો સહિતના મુદ્દે તપાસ માટે આરોપીની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

હાલ ધોરાજી પોલીસે આરોપીની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
હાલ ધોરાજી પોલીસે આરોપીની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી