તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો નિર્ણય:1લી ઓગસ્ટથી રૂ. 20, 40ની વેલ્ફેર સ્ટેમ્પ ટિકિટ લગાડાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કારણે છેલ્લાં દોઢ વર્ષથી કોર્ટ બંધ હોવાથી વેલ્ફેર સ્ટેમ્પની ટિકિટોની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. આ ખાદ્ય પુરી કરવા માટે 1લી ઓગષ્ટથી તાલુકા-જિલ્લા કોર્ટમાં વકીલોએ રૂ. 20ની વેલ્ફેર સ્ટેમ્પની ટિકિટ તેમજ હાઇકોર્ટ અને ટ્રિબ્યુનલમાં વકીલોએ રૂ. 40ની વેલ્ફેર સ્ટેમ્પની ટિકિટો લગાવવાનો નિર્ણય બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે કર્યો છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન હિરાભાઇ પટેલ અને અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે દોઢ વર્ષથી કોર્ટ બંધ હતી. જેના કારણે વેલ્ફેર સ્ટેમ્પની ટિકિટોની આવકમાં ઘટાડો થયો છે. બીજી તરફ કોરોનાના કારણે રાજ્યમાં વર્ષ 2020માં 368 વકીલોના મોત થયા હતાં. તેમજ જુલાઇ 2021 સુધીમાં 225 વકીલો મૃત્યુ પામ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...