10 દિવસ પહેલા એર ઈન્ડિયાની મુંબઈ અને દિલ્હી જતી ફ્લાઈટની ફ્રીક્વન્સીમાં ઘટાડો કરી નાખવામાં આવ્યો હતો. પહેલા ડેઇલી ઉડાન ભરતી ફ્લાઇટ હાલમાં માત્ર સપ્તાહમાં ત્રણ દિવસ જ ઉડાન ભરી રહી છે. જોકે આગામી સપ્તાહથી એટલે કે 17 ઓગસ્ટ મંગળવારથી હવે આ ફ્લાઇટ સપ્તાહમાં 6 દિવસ ઉડાન ભરશે. આ શિડ્યૂલ 31 ઓગસ્ટ સુધી જ રહેશે. ત્યારબાદ ફરી બદલાશે. જોકે દિલ્હીની ફ્લાઇટ એકાંતરા જ ઉડાન ભરશે.
એરપોર્ટમાંથી મળતી વિગતો મુજબ ઈન્ટર્નલ એડજસ્ટમેન્ટને કારણે ગત સપ્તાહથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જેને કારણે મુંબઈ જતી ફ્લાઇટ મંગળ, ગુરુ અને શનિવારે જ ઉડાન ભરતી હતી. તેના બદલે હવે ફ્લાઈટ ફ્રીક્વન્સી વધારવામાં આવી છે. ફ્લાઇટનો નવો શિડ્યૂલ 17 ઓગસ્ટ મંગળવારથી શરૂ થશે. હાલમાં દિલ્હીના ફ્લાઇટ શિડ્યૂલમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. મુંબઈ જતી ફ્લાઈટની ફ્રીક્વન્સીમાં વધારો કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા મુસાફરોને સરળતા રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.