તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાજખોરોનો ત્રાસ:વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી ડરી પ્રૌઢે આપઘાતની કોશિશ કરી

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષ પહેલા પાનના ધંધાર્થી પાસેથી નાણાં લીધા હતા

વ્યાજખોરની ધમકીથી ગભરાઇ 13 દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કરનાર વાણિયાવાડી 1-16માં રહેતા રાજીવભાઇ મુળજીભાઇ કોઠારી નામના પ્રૌઢે ભક્તિનગર સર્કલ પાસે કોલેજિયન પાન નામની દુકાન ધરાવતા વ્યાજખોર ભરત પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

રાજીવભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ વર્ષોથી ભક્તિનગર સર્કલ પાસે કોલેજિયન પાન નામની દુકાને બેઠક ધરાવતા હોય દુકાનદાર ભરત પરમાર સાથે ઓળખાણ હતી. ભરત પરમાર વ્યાજે નાણાં આપતો હોય ત્રણ વર્ષ પહેલા પોતાને ધંધામાં નાણાંની જરૂરિયાત ઊભી થતા ભરત પરમાર પાસેથી બે કટકે રૂ.નવ લાખ બે ટકાના વ્યાજે લીધા હતા. જેની સામે ભરત પરમારે પોતાની પાસે રહેલા 2300 શેર સર્ટિફિકેટ તેના ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તેમજ રૂ.14 લાખની રકમના પોતાના નામના તેમજ મિત્રોના નામના ચેક પણ મેળવી લીધા હતા. વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજખોર ભરતને સમયસર વ્યાજની રકમ ચૂકવતો હતો. છેલ્લા ત્રણ મહિનાનું વ્યાજ ચૂકવી નહિ શકતા ભરતે રકમની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. ત્યારે ભરતે પોતાને દુકાને બોલાવી મારા પૈસા આપી દેજે નહીંતર જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી. જાનથી મારી નાખવાની ધમકીથી ગભરાઇને પોતે ડિપ્રેશનમાં આવી ગયા હતા. જેને કારણે ગત તા.25ની રાતે 80 ફૂટ રોડ, શેઠ હાઇસ્કૂલ સામે આવેલા બગીચામાં વધુ પડતી ટીકડીઓ ખાઇ આપઘાતની કોશિશ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...