ભારે કરી !:રાજકોટમાં લગ્નમાં વરરાજાને મિત્રએ દારુ પીવડાવ્યો, વીડિયો રોકેટ ગતિએ વાઇરલ થતા બન્નેની ધરપકડ

રાજકોટ2 મહિનો પહેલા
  • વાઈરલ વીડિયોના આધારે ચિરાગ ઢાકેચા અને કપિલ વાણિયાની પોલીસે અટકાયત કરી

એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે,અને બીજી તરફ રાજકોટના ભીસ્તીવાડ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં વરરાજાને તેનો મિત્ર દારૂ પીવડાવતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. આ વીડિયો એ હદે વાઇરલ થયો કે પ્રદ્યુમનનગર પોલીસ સુધી પહોંચી ગયો. જેથી આ મામલે પોલીસે વરરાજા તેમજ તેના મિત્રની ધરપકડ કરી છે.

શું છે વીડિયોમાં
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક લગ્ન પ્રસંગમાં જાહેર સ્ટેજ પર વરરાજની આજુબાજુ તેના મિત્રો ડિજેના તાલે ડાન્સ કરી રહ્યા છે. તે દરમિયાન પાછળથી તેનો મિત્ર દારૂની બોટલ લઈને આવે છે અને તે જાહેર સ્ટેજ પર વરરાજાને દારૂ પીવડાવે છે. આ વીડિયો હાલ વાઈરલ થયો છે.

પોલીસે વરરાજા તેમજ તેના મિત્રની ધરપકડ કરી
પોલીસે વરરાજા તેમજ તેના મિત્રની ધરપકડ કરી

દારૂની બોટલ ક્યાંથી આવી
હાલ વાઈરલ વીડિયોમાં દેખાતા બંને શખ્સોની પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જ્યાં એક વ્યક્તિનું નામ ચિરાગ ઢાંકેચા તેમજ બીજાનું નામ કપિલ વાણીયા હોવાનું સામે આવ્યું છે. પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી બંને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત ગુજરાતભરમાં દારૂનું વેચાણ ગેરકાયદે પ્રવૃત્તિ ગણવામાં આવે છે ત્યારે વરરાજાના મિત્રો પાસે દારૂની બોટલ ક્યાંથી આવી તે પણ એક મોટો સવાલ છે.