રાજકોટ પોલીસ ફરી વિવાદમાં:મૈત્રી કરારમાં રહેતા યુવકને મહિલા પોલીસે ઢોરમાર માર્યો, યુવતીના ભાઇએ પોલીસને પૈસા આપી કાવતરું રચ્યું: પીડિતનો ભાઈ

રાજકોટએક મહિનો પહેલા
પીડિત યુવક - Divya Bhaskar
પીડિત યુવક
  • જવાબદાર પોલીસર્મી સામે પગલાં લેવા ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા સમક્ષ લેખિતમાં માંગ કરાઇ
  • યુવતીના ભાઇએ મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ પીડિતના ભાઈએ અરજીમાં ઉલ્લેખ કર્યો

રાજકોટ શહેર પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે. બહેન મૈત્રીકરારથી કોઇ યુવક સાથે રહેતી હોવાની જાણ થતા ભાઇએ મારી નાખવાની ધમકી આપી હતી અને જેના આધારે મહિલા પોલીસ મથકના પોલીસકર્મી કમલેશભાઈ સહીત બે મહિલા પોલીસ કર્મીએ રૂપિયા 2 લાખ મેળવી યુવકને માર મારવામાં આવ્યો હોવાનો અને યુવતી પાસે ખોટી સહી કરાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ જવાબદાર પોલીસ કર્મી સામે પગલાં લેવા અને પોલીસ પ્રોટેક્શન આપવા માટે ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડાને અરજી કરવામાં આવી છે..

તમારે નિવેદન આપવા આવવાનું છે
પીડિત યુવકના ભાઈ હિરેન મકવાણાએ અરજીમાં જણાવ્યા મુજબ, મારા પિતરાઈ ભાઈ દિપક ગોહેલને ગત 1 એપ્રિલનાં રોજ મહિલા પોલીસ સ્ટેશન ખાતેથી ફોન આવ્યો હતો કે, તમારે નિવેદન આપવા આવવાનું છે. જેથી દીપકભાઈ અને તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતિ મહિલા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં પોલીસે કોઈ અરજી સંદર્ભે દીપકભાઈને ઢોર માર માર્યો હતો. જેથી તાત્કાલિક અસરથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પીડિત યુવક
પીડિત યુવક

ગુંજનનો ભાઈ રાજકીય પીઠબળ ધરાવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ઉપરાંત બે મહિલા પોલીસ કર્મચારી દ્વારા મારા ભાઈને ગુપ્ત ભાગમાં માર મરાયો હતો. તેમજ મારા ભાઈની સ્ત્રી મિત્ર ગુંજનનાં ભાઈ પાસેથી 2 લાખ રૂપિયા મેળવી ગુંજનની ખોટી સહીઓ કરાવી લીધી હતી. ગુંજનનો ભાઈ રાજ રાજકીય પીઠબળ ધરાવે છે. અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેના દ્વારા મારા ભાઈ અને ગુંજનને મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. જેના ત્રાસથી ગુંજને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે મામલતદાર સમક્ષ મારા ભાઈનું નિવેદન લેવામાં આવ્યું હતું. અને હવે મહિલા પોલીસ માથાકથી અવારનવાર ફરિયાદ પરત લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

ગૃહમંત્રી સમક્ષ માંગ કરવમાં આવી
ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશ્નર સમક્ષ અમારી માંગ છે કે આ અમાનવીય કૃત્ય કરવા બદલ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કર્યાવહી કરવામાં આવે અને રાજ કનજારીયા અને તેના માણસોથી બચવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ સાથે ગૃહમંત્રી અને પોલીસ કમિશ્નર સમક્ષ માંગ કરવમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...