નિ:શુલ્ક તાલીમ:સ્પીપામાં 500 વિદ્યાર્થીને UPSCની નિ:શુલ્ક તાલીમ

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિને રૂપિયા 2 હજાર સ્ટાઇપેન્ડ પણ અપાશે, કોચિંગ ક્લાસના પ્રવેશ જૂન-2022થી શરૂ થશે

અખિલ ભારતીય સેવામાં ગુજરાતના યુવાનો પણ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને રાષ્ટ્રવિકાસમાં પોતાનું આગવું યોગદાન આપી શકે એવા હેતુથી સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા એટલે કે સ્પીપા દ્વારા પસંદ કરાયેલા યુવાનોને યુપીએસસીની પરીક્ષા માટે નિષ્ણાતો દ્વારા સઘન તાલીમ સહાય અપાય છે.

વર્ષ-2022માં યોજાનાર યુપીએસસીની પરીક્ષાના કોચિંગ વર્ગો ગુરુવારના પવિત્ર દિવસે સ્પીપા અને તેના જુદા જુદા પ્રાદેશિક તાલીમ કેન્દ્રો ખાતે શરૂ થયા છે. સ્નાતક થયેલા યુવાનોની પ્રવેશ પરીક્ષા લઈને ચાલુ વર્ષના કોચિંગ માટે કુલ 500 વિદ્યાર્થીને પસંદ કરવામાં આવ્યા છે.

અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરત ખાતેના સ્પીપાના પ્રાદેશિક તાલીમ કેન્દ્રો પર પણ તાલીમવર્ગો શરૂ થશે. આ તાલીમ વર્ગોમાં રોજ સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને કોચિંગ અને માર્ગદર્શન અપાશે. 2022ના વર્ષ માટેના વિદ્યાર્થી પસંદ થઈ ચૂક્યા છે. 2023 માટેની પસંદગી જૂન-2022માં પ્રવેશ પરીક્ષા લેવાશે.

અન્ય સમાચારો પણ છે...