તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજગારીની તક:કોરોનાના કપરા સમયમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટુરિઝમ કોર્સનો અભ્યાસ કરાવવામાં આવશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ ઓનલાઈન અને ઓફલાઈન મોડ્યૂલ પર અભ્યાસ કરાવાશે

કોરોનાના આકરા સમયમાં દરેક ધંધા અને રોજગારને માઠી અસર પહોંચી છે, ઘણા લોકોએ પોતાનો વ્યવસાય પણ બદલાવી નાખ્યો છે ત્યારે એ જ પરિસ્થિતિ બાળકો માટે ઊભી થઇ છે. કોવિડ પરિસ્થિતિને ધ્યાને લઇ શિક્ષણ ક્ષેત્ર પણ મંદ પડ્યું છે, બાળકો અભ્યાસ કેવી રીતે કરે તે પણ સૌથી મોટો પ્રશ્ન સામે આવ્યો છે. આ તકે રાજકોટના ટીએલસી એકેડેમીના સ્થાપક અમેશ દફતરી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જરૂરિયાતમંદ બાળકોને નિ:શુલ્ક ટુરિઝમ કોર્સનો અભ્યાસ કરાવામાં આવશે.

આ અભ્યાસ કર્યા બાદ તે તમામ વિદ્યાર્થીઓને ડિપ્લોમાની ડિગ્રી એનાયત કરાશે અને ટુરિઝમ ક્ષેત્રે તેઓને રોજગારીની તક પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. છેલ્લા દોઢ વર્ષથી વિપરીત સંજોગોને કારણે શિક્ષણ વ્યવસ્થાને ભારે અસર પહોંચી છે. જેના પગલે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ લેવું પડે તેવી પરિસ્થિતિ પ્રવર્તી છે. એટલું જ નહીં, શિક્ષણ અને કારકિર્દી અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે.

આ અભ્યાસમાં રસ દાખવતા વિદ્યાર્થીઓએ 10 સુધીનો અભ્યાસ પૂરો કરેલો જરૂરી છે. હાલ જે રીતે સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે તેને ધ્યાને લેતા આગામી સમયમાં હોસ્પિટાલિટી ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો ઊભી થશે. જેના પગલે જો વિદ્યાર્થીઓ દ્વારા ડિપ્લોમાં કોર્સ કરવામાં આવેલો હશે તો આ તમામ રોજગારી માટે વિદ્યાર્થીઓ દાવેદારી નોંધાવી શકશે. માત્ર ગુજરાતમાં જ નહીં, દેશમાં અનેક સ્થળે આ કોર્સ ખુબ જ ફાયદાકારક નિવડશે. આ મુદ્દાને ધ્યાને લઇ અને વિદ્યાર્થીઓને કારકિર્દી માટે નવી તકો મળે અને તેમના ઉજ્જ્વળ ભવિષ્યના સપના સાકાર કરી શકે અને ટૂંકાગાળામાં પગભર થાય અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે તેવા હેતુથી આ કોર્સ શરૂ કરવામાં આવેલો છે.

આજના સમયે ઘણા વિદ્યાર્થીઓ શિક્ષાની સાથે રોજગારી પણ મેળવતા હોય છે ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઇ આ કાર્ય ખૂબ જ કઠિન બન્યું છે. ટુરીઝમ કોર્સ ઉપયોગી બનશે.

ટુરિઝમ ક્ષેત્રે ક્યા કોર્સ વિદ્યાર્થીઓ કરી શકશે?
ટુરિઝમ ક્ષેત્ર માટે વિદ્યાર્થીઓને આવકારતા વિવિધ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેનો લાભ વિદ્યાર્થીઓ લઇ શકશે. જેમાં ટુરિઝમ, એવિયેશન, હોટેલ મેનેજમેન્ટ, કુરિયર-કાર્ગો, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, પર્સનાલીટી ડેવલોપમેન્ટ, ગ્રૂમિંગ, એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન, સ્પોકન ઈંગ્લીશના કોર્સનો સમાવેશ કરવામાં આવેલો છે.

અન્ય સમાચારો પણ છે...