તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે જીત:રાજકોટમાં છ માસના બાળક અને તેના માતા-પિતાએ કોરોનાને હરાવ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • ફીડિંગ વખતે જ બાળકને માતા પાસે લાવતા

ગોંડલ રોડ પરની પી એન્ડ ટી કોલોનીમાં રહેતા રમીઝભાઇ ઇબ્રાહીમભાઇ બેલીમ (ઉ.વ.32) તેના પત્ની સનોબરબેન (ઉ.વ.28) અને 6 મહિનાનો પુત્ર રૂહાન કોરોનાગ્રસ્ત થયા હતા. રમીઝભાઇ બેલીમે કોરોના સામેની જંગ અંગેની ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગત તા.16ના તેમના પત્ની સનોબરબેન તાવમાં પટકાયા હતા, સ્થાનિક તબીબની સારવાર ચાલુ કરી હતી, ત્રણેક દિવસની સારવાર બાદ પણ તાવ ચાલુ રહ્યો હતો અને રમીઝભાઇ પણ તાવમાં પટકાયા હતા.

તેમને સંતાનમાં છ મહિનાનો પુત્ર રૂહાન છે, રૂહાનમાં પણ શરદી, તાવના લક્ષણો દેખાતા બેલીમ પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને ગત તા.21ના ત્રણેયનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ત્રણેય કોરોનાગ્રસ્ત થયા હતા અને તેમાં માસૂમ રૂહાન પણ ઝપટે ચડતાં પરિવારજનો હતાશ થઇ ગયા હતા, પરંતુ આ સ્થિતિમાં હિંમત હારવાને બદલે ડોક્ટરની સારવાર ચાલુ કરી હતી, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત નહોતી, ઘરે જ ક્વોરન્ટાઇન થઇને સારવાર ચાલુ કરવામાં આવી હતી.

રૂહાનને પણ ફીડિંગ વખતે જ તેની માતા પાસે રાખવામાં આવતો હતો, રાત્રીના સુવડાવીને અલગ રાખવામાં આવતો હતો, ઘરમાં બધા જ ફરજિયાતપણે માસ્ક પહેરવા લાગ્યા હતા, 14 દિવસની સારવાર અને તકેદારી બાદ શનિવારે ફરીથી ત્રણેયના સેમ્પલ લેવામાં આવ્યા હતા. રવિવારે રિપોર્ટ નેગેટિવ આવતાં જ પરિવાર ખુશી છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...