રાજકોટ અને અમદાવાદની સત્ય સાંઈ હોસ્પિટલમાં એક જ દિવસમાં 11 હૃદયરોગના દર્દીઓને વિનામુલ્યે સારવાર આપીને તેઓને નવજીવન આપવામાં આવ્યું છે. જે બાળકોના હૃદયના ઓપરેશન અન્ય કોઈ પણ હોસ્પિટલમાં રૂ. 3થી 5 લાખમાં થાય છે તે મોંઘી સારવાર અને ઓપરેશન સત્ય સાંઈ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. આ હોસ્પિટલ બાળકોના હૃદયરોગની સારવાર માટે ભારત દેશની સૌથી મોટી ચેરિટેબલ હોસ્પિટલ છે.
આ હોસ્પિટલ દ્વારા દેશના અલગ અલગ રાજ્યો સાથે કરાર થયેલા છે. ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારના હૃદયરોગના દર્દીની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં 310 બેડ, 4 ઓપરેશન થિએટર, 4 આઈસીયુ- આઈસીસીયુ અને કેથલેબની સુવિધા છે. આ હોસ્પિટલને દિલ વિધાઉટ બિલના નામથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જી. અબ્દુલ કલામે બિરદાવેલ છે. રાજકોટમાં છેલ્લા 22 વર્ષથી આ હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત છે.
અત્યાર સુધી 1000000થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર અને 20 હજારથી વધુ દર્દીના ઓપરેશન કરવામાં આવ્યા છે. અમદાવાદ હોસ્પિટલમાં રાધિકા, નફીસા, નંદિની, પલક, પવન, પ્રિન્સ, ચંદન, આયુષની સારવાર કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ હોસ્પિટલમાં શૈલેષભાઈ, જ્ઞાની રામપ્રભાવ, સાન્યા નુરની સારવાર કરીને નવજીવન આપવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.