• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Free Online Training Classes For Competitive Examinations Will Be Started In 3 Libraries Run By Rajkot Municipal Corporation

નિર્ણય:રાજકોટ મનપા સંચાલિત 3 લાઇબ્રેરીમાં વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના ઓનલાઈન તાલીમ વર્ગો શરૂ થશે

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • વિધાર્થીઓની પરિક્ષા લઈને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે: મ્યુનિ. કમિશનર

રાજકોટ મનપા દ્વારા GPSC અને સરકારની વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 3 લાઇબ્રેરીઓમાં નિ:શૂલ્ક તાલીમ વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ વર્ગોમાં ઓનલાઈન તાલીમ આપવામાં આવશે. જેની શરૂઆત એક મોટા સેમિનારથી કરવામાં આવશે. અને ત્યારબાદ ઇચ્છુક વિધાર્થીઓની પરિક્ષા લઈને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

લાઇબ્રેરીઓમાં 815 બેઠક વ્યવસ્થા છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિધાર્થીઓ પોતાના અભ્યાસની તૈયારીઓ કરી શકે તે માટે વિધાર્થીઓને ફ્રી વાંચનાલય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિવિધ લાઇબ્રેરીઓમાં 815 બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જેનો દરરોજ સરેરાશ 1000 થી 1200 વિધાર્થીઓ લાભ મેળવી રહ્યા છે.

આ ત્રણ લાઈબ્રેરીમાં તાલીમ વર્ગો યોજાશે
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઈ વૈધ લાઈબ્રેરી, રૈયા રોડ, દતોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ, અને ડો. બાબા સાહેબ આંબેડકર ભવન પુસ્તકાલય જીલ્લા ગાર્ડનમાં ઓડિયો વિઝયુઅલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ત્રણ જગ્યાઓ પર વિધાર્થીઓને ગુજરાત કેડરની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં નિ:શૂલ્ક માહિતી અને માર્ગદર્શન મળી રહે અને પોતાની કારકિર્દીમાં સફળતા મેળવે તે માટે ફ્રી ઓનલાઈન વિવિધ પરીક્ષાઓના કોર્ષ સસ્થાની મદદથી શરૂ કરવામાં આવશે. જેના માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી પાસેથી 12 દિવસની મુદતમાં અરજીઓ મંગાવવામાં આવી છે.