તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બજરંગ સેવા મિત્ર મંડળના ઉપક્રમે નિ:શુલ્ક હોમિયોપેથ, એક્યુપ્રેસર નિદાન સારવાર કેમ્પ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ, 9 રઘુવીરપરા ગરેડિયા કુવા પાછળ ટ્રસ્ટના કાર્યાલય ખાતે શનિવારે 4 થી 5 સુધી હઠિલા તેમજ અસાધ્ય રોગોનું ડો. અેન. જે. મેઘાણી દ્વારા નિદાન કરી દર્દી સાજા ન થાય ત્યા સુધી ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દવા અપાશે. સાથે જ ટ્રસ્ટ દ્વારા દર શનિવાર અને રવિવારે બપોરે 3.30 થી 4.30 સુધી કાર્યાલય ખાતે એક્યુપ્રેસર, ફિઝિયોથેરાપી, સુજોક તેમજ કલર થેરાપી દ્વારા નિદાન કરાય છે. જેમાં રાજુભાઇ બુધ્ધદેવ, ગોરધનભાઇ લાલસેતા, કિશોરભાઇ પારેખ, મનીષાબેન માલવાણિયા સહિતના દ્વારા શરીરના તમામ રોગોની એક્યુપ્રેેસર પધ્ધતિથી સારવાર અપાશે. હોમિયોપેથિક અને એક્યુપ્રેસર નિદાન સારવારનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. સાથો સાથ રેકી ગ્રાન્ડ માસ્ટર મનીશભાઇ વસાણીની પણ સેવા સારવારનો લાભ દર્દીઓને મળશે. દવા વિભાગમાં મનુભાઇ ટાંક, બી.એલ. મહેતા, રોહિતભાઇ કારિયા, રીનાબેન સોની, પાર્થ સૂચક, ધૈર્ય રાજદેવ, આકાશ ગોહેલ સહિતના કાર્યકરો સેવા આપશે. હોમિયોપેથ અને એક્યુપ્રેસર નિદાન સારવારનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...