તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:રાજકોટમાં ABVP દ્વારા ફ્રીમાં હોમ સેનિટાઈઝેશની સેવા શરૂ, 5 દિવસમાં 47થી વધુ ઘર સેનિટાઇઝ કર્યા

રાજકોટ2 દિવસ પહેલા
રાજકોટમાં ABVPને ફોન કરો અને હોમ સેનિટાઇઝ કરાવો.
  • હોમ આઇસોલેટ દર્દીથી સંક્રમણ ન વધે તે માટે સેવા શરૂ કરવામાં આવી

કોરોનાની ઘાતક બીજી લહેરમાં સતત વધતા સંક્રમણને કારણે હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા લોકો હોમ આઇસોલેટ થઇ સારવાર લઇ રહ્યાં છે. ત્યારે સંક્રમણ વધુ આગળ ન વધે અને ઘરમાં અન્ય કોઇને ફરી સંક્રમણ ન લાગે તે માટે રાજકોટમાં AVBPના કાર્યકર્તાઓ દ્વારા શહેરમાં નિઃશુલ્ક હોમ સેનિટાઈઝેશન કરવાની સેવા શરૂ કરવામાં આવી છે. જેનો મોટા પ્રમાણમાં રાજકોટવાસીઓ લાભ લઇ અને પોતાના ઘરને સેનિટાઈઝેશન કરાવી રહ્યાં છે. ABVP દ્વારા છેલ્લા 5 દિવસથી શહેરમાં નિઃશુલ્ક હોમ સેનિટાઇઝ સેવા કરવામાં આવી રહી છે. 5 દિવસમાં 47થી વધુ ઘર સેનિટાઇઝ કરવામાં આવ્યા છે.

પાંચ દિવસથી સેવા શરૂ કરવામાં આવી
દેશમાં કોરોના નામની મહામારીને નાથવા માટે અનેક સામાજિક સંસ્થાઓ નિઃશુલ્ક સેવાઓ આપી રહી છે. જેમાં ઓક્સિજન, મેડિકલ સેવા, નિઃશુલ્ક ભોજન સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે. એવામાં રાજકોટ AVBP દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં નિઃશુલ્ક હોમ સેનિટાઈઝેશન કરવાની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા છેલ્લા 5 દિવસથી શરૂ કરાઇ છે. જેમાં અત્યાર સુધીમાં 47થી વધુ ઘરોને નિઃશુલ્ક સેનિટાઈઝેશન કરવામાં આવ્યા છે. આ સુવિધાનો રાજકોટવાસીઓ પણ મોટા પ્રમાણમાં લાભ લઇ રહ્યાં છે.

ABVPના કાર્યકરોએ સેવા શરૂ કરી.
ABVPના કાર્યકરોએ સેવા શરૂ કરી.

ABVPએ મોબાઇલ નંબર પણ જાહેર કર્યા
સેવા શરૂ કર્યાના પ્રથમ દિવસથી જ રોજ બરોજ 15થી 20 જેટલા ફોન શહેરી વિસ્તારમાંથી આવી રહ્યાં છે. AVBP દ્વારા આ સેવા માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે તેમના પર લોકો ફોન કરી સેવાનો લાભ લઇ રહ્યાં છે. જે માટેના નંબર છે 9016991495 , 8734011250 છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો