તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રી એજ્યુકેશન:કોરોનામાં મૃત્યુ પામેલા વાલીનાં સંતાનોને ફ્રી એજ્યુકેશન અપાશે

રાજકોટ4 મહિનો પહેલા
જતીન ભરાડ, ઉપપ્રમુખ, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

કોરોનાને કારણે મૃત્યુ પામેલાં લોકોનાં સંતાનોનું શિક્ષણ યોગ્ય રીતે થાય તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે તેમને ફ્રીમાં ભણાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની અસર મહામંડળ સાથે જોડાયેલી રાજ્યની 8 હજાર જેટલી સ્વનિર્ભર સ્કૂલોને થશે. કુટુંબના લોકો સ્કૂલમાં કોરોનાને કારણે મૃત્યુ થયું હોવાના દસ્તાવેજો જમા કરાવીને ફી માફીનો લાભ લઈ શકશે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા ડો. દીપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામેલાં લોકોનાં બાળકો સ્કૂલનું શિક્ષણ યોગ્ય રીતે મેળવી શકે તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પોતાના સભ્યોને જણાવ્યું છે કે, સ્કૂલો એવા બાળકોની ફી માફ કરે કે જેઓના વાલી કોરોનામાં મૃત્યુ પામ્યા હોય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો