છેતરપિંડી:બોગસ RC બુકથી લોન મેળવી બેંક સાથે 53 લાખની છેતરપિંડી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રણ બસના નામે લોન લીધી હતી
  • 3 સામે ફરિયાદ, દસ્તાવેજ બનાવનાર સુરત જેલમાં છે

વાહનોની ખોટી આરસી બુક બનાવી બેંક સાથે છેતરપિંડીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાજકોટમાં રહેતા અને એચડીએફસી બેંકમાં સૌરાષ્ટ્ર-કચ્છના ક્રેડિટ ઇન્ટેલિજન્સ એન્ડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરતા જાગીરભાઇ જયકરભાઇ કારિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રાજકોટના નારાયણનગર-12માં રહેતા ભોલુગીરી ભાણગીરી ગોસ્વામી નામના શખ્સે તેની ત્રણ બસના આરસીબુક સહિતના દસ્તાવેજો તેમજ વીમાની પોલિસી રજૂ કરી લોન મેળવવા અરજી કરી હતી.

તમામ વાહનો સુરતની વ્યક્તિના નામે હોવાથી બેંક સાથે થયેલા કરાર મુજબ સુરતના વેલ્યૂઅર હોશાંગ વાય ભગવાગરે રિપોર્ટ આપ્યો હતો. જે રિપોર્ટના આધારે ભોલુગીરીને ત્રણ બસ ઉપર કુલ 45 લાખની લોન આપવામાં આવી હતી. દરમિયાન 2019માં ભોલુગીરીએ બેંક પાસેથી લીધેલી લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. તેને અનેક વખત નોટિસ આપવા છતાં તે એક વખત જવાબ આપવા હાજર થયો ન હતો.

આ સમયે સુરતનો ઇર્શાદ કાળુ પઠાણ નામનો શખ્સ તેના મળતિયાઓ સાથે અસ્તિત્વમાં ન હોય તેવા વાહનોની બોગસ આરસીબુક બનાવી આપી તેના આધારે લોન લઇ આપવાની વ્યવસ્થા કરી આપતો હોવાની માહિતી મળી હતી. એટલું જ નહિ ઇર્શાદ અને તેના મળતિયાઓએ ખાનગી બેંકોમાંથી આર્થિક લાભ મેળવવા સુરત, અમદાવાદ, મુંબઇ સહિતના શહેરોમાં કૌભાંડ આચર્યાનું અને હાલ તે સુરત જેલમાં હોવાની પણ માહિતી મળી હતી. રાજકોટ એસઓજીએ ગુનો નોંધી કૌભાંડીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...