તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:RTGSની ખોટી રસીદનો ફોટો મોકલાવી રાજકોટના વેપારી સાથે રૂ.17.70 લાખની ઠગાઈ, તામિલનાડુની કંપની સામે ફરિયાદ

રાજકોટ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના ભાવનગર રોડ, ચુનારાવાડ-6માં રહેતા અનિલ બિજલભાઇ ડાભી નામના વેપારી યુવાને તામિલનાડુના ઇરોડ ગામે આવેલી ગ્લોબલ કંપનીના પવિત્રાબેન, મેનેજર જાહીરભાઇ, એમ.ડી. સોદરાજભાઇ સામે છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, યુવાન ઘર નજીક જ ડાભી ફૂડ એન્ડ એગ્રોના નામની દુકાન ધરાવે છે.

દરમિયાન ગત તા.2-6ના રોજ ઉપરોક્ત આરોપીઓએ મોબાઇલ મારફતે કોન્ટેક્ટ કર્યો હતો. બાદમાં આરોપીઓએ ત્રણ ટન ગાયના ઘીની ખરીદી કરવાની વાત કરી હતી. જેથી તેમને સેમ્પલ મોકલ્યું હતું જે સેમ્પલની ખરાઇ કર્યા બાદ આરોપીઓએ સેમ્પલની રકમ આરટીજીએસથી મોકલી હતી. બાદમાં ત્રણ ટન ગાયના ઘીના  રૂ.17,70,233 કેનરા બેંકમાં આરટીજીએસ કર્યાની રસીદ મોકલાવી હતી. જો કે તે ખોટી નીકળી હતી. આથી થોરાળા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો