રાજકોટ:આવાસમાં ક્વાર્ટર અપાવી દેવાનું કહી 3.48 લાખની છેતરપિંડી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદના ગઠિયાઓનું કારસ્તાન

ભક્તિનગર સોસાયટીમાં રહેતા મિલનભાઇ કિશોરભાઇ મારૂ નામના સિક્યુરિટી ગાર્ડે અમદાવાદની તૃપ્તિ રણછોડ પરમાર અને મોહિત પટેલ નામના શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દોઢેક વર્ષ પહેલા પ્રધાનમંત્રી આવાસમાં ક્વાર્ટર લેવા માટે અરજી કરી હતી, પરંતુ ડ્રોમાં ક્વાર્ટર લાગ્યું ન હતું. દરમિયાન માતા ઇલાબેન જેને ત્યાં કામ કરતા હતા તે બંટીભાઇએ પોતાને ઓળખાણ હોવાનું કહી તૃપ્તિ અને મોહિત સાથે સંપર્ક કરાવ્યો હતો. તૃપ્તિબેને ક્વાર્ટર મળી જશે તેમ કહી પોતાની પાસેથી દસ્તાવેજો માગ્યા હતા. બાદમાં પાંચ દિવસ બાદ ફોન કરી અરજીના પૈસા ભરવા પડશેનું કહ્યું હતું.

જેથી રૂ.5 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. મોહિત પટેલના કહેવા મુજબ તે બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું ચાલુ કર્યું હતું. ત્યાર બાદ તૃપ્તિબેને પોતાની તબિયત હવે સારી થઇ ગઇ છે તેમ કહી તેને વધુ એક બેંક એકાઉન્ટ નંબર આપ્યા હતા. આમ કટકે કટકે કુલ રૂ.3.48 લાખની રકમ ટ્રાન્સફર કરી હતી.

બાદમાં બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા તેમની ઓફિસે તપાસ કરવા જતા બંને ઘણા સમયથી ઓફિસ બંધ કરી જતા રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. જેને ઓળખાણ કરાવી તે બંટીભાઇનું પણ મૃત્યુ થયું હોય અનેક સ્થળોએ તપાસ કરી હતી. પરંતુ બંનેની કોઇ ભાળ નહિ મળતા પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની ખબર પડી હતી. અને તાલુકા પોલીસમાં બંને સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...