રેલ વ્યવહાર પ્રભાવિત:લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામથી ચાર ટ્રેન ડાઇવર્ટ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુવાહાટી-ઓખાનો 1 ઓગસ્ટે રૂટ બદલાશે

લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેક કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનનો રેલ વ્યવહાર ખોરવાશે. આજે કામાખ્યા- ગાંધીધામ ટ્રેન અયોધ્યા કેન્ટ પર નહિ જાય. આ સિવાય ગુવાહાટી- ઓખા એક્સપ્રેસ 1 ઓગસ્ટના રોજ અને 29 જુલાઈના રોજના ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ વારાણસી-પ્રતાપગઢ-લખનૌ થઈને આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. અકબરપુર અને અયોધ્યા કેન્ટ પર આ ટ્રેન જાશે નહિ.

આ સિવાય કામાખ્યા- ગાંધીધામ એક્સપ્રેસ આજે અને 3 ઓગસ્ટના રોજ, ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 30 જુલાઈના રોજ વારાણસી-લખનૌ થઈને આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચાલશે. જોકે હાલમાં રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેમાં 12 ટ્રેન સંપૂર્ણ પણે રદ થઈ છે. 8 ટ્રેન આંશિક રીતે રદ કરાઈ છે અને 5 ટ્રેનના સમયપત્રક બદલવામાં આવ્યા છે. રેલ વ્યવહાર 27 જુલાઈથી લઇને 04 ઓગસ્ટ સુધી અસરગ્રસ્ત રહેશે.

અન્ય સમાચારો પણ છે...