ઈ-ફાર્મિંગ:રાજકોટના ચાર વિદ્યાર્થીઓએ વાવેતરથી લઇને પાક ઉતારવાનું કામ કરી શકે તેવો રોબોટ બનાવ્યો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મજૂરો નહીં મળતા પિતાને થતી હેરાનગતિ જોઇને તેને આ પ્રકારનો રોબોટ બનાવવાનો વિચાર આવ્યો. - Divya Bhaskar
મજૂરો નહીં મળતા પિતાને થતી હેરાનગતિ જોઇને તેને આ પ્રકારનો રોબોટ બનાવવાનો વિચાર આવ્યો.
  • ચાર વિદ્યાર્થીઓએ એક વર્ષની જહેમત બાદ બનાવ્યો ઈ-ફાર્મિંગ રોબોટ

કોરોના બાદ ખેતીકામમાં મજૂરો મળતા નથી. જેને કારણે ખેતીકામમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે રાજકોટમાં ઈલેકટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા રાજકોટના ચાર વિદ્યાર્થીઓએ રોબોટ બનાવ્યો છે. જેને ઈ-ફાર્મિંગ રોબોટ એવું નામ આપ્યું છે. આ રોબોટ માણસની મદદ વિના બિયારણ વાવેતરથી લઇને પાક ઉતારવા સહિતની તમામ કામગીરી કરી શકશે. એક વર્ષની જહેમત બાદ આ રોબોટ બનાવ્યો છે.

પિતાની હેરાનગતિ જોઈ વિચાર આવ્યો
રોબોટ બનાવનાર વિદ્યાર્થી રાહુલ યાદવે જણાવ્યું હતું કે, તે ભાવનગર તાલુકાના જેસર ગામનો વતની છે અને હાલ રાજકોટમાં રહીને અભ્યાસ કરે છે. પિતા ખેતીકામ કરે છે. મજૂરો નહીં મળતા પિતાને થતી હેરાનગતિ જોઇને તેને આ પ્રકારનો રોબોટ બનાવવાનો વિચાર આવ્યો છે.

રોબોટ ઓપરેટ કરવા એપ્લિકેશન બનાવી
આ રોબોટ અંગે વધુ માહિતી આપતા રાહુલ યાદવ જણાવે છે કે, કોરોના બાદ તે પિતાની સાથે ખેતીકામમાં ગયો હતો. જ્યાં મજૂરો નહીં હોવાથી પિતાને ખેતીકામમાં હેરાનગતિનો સામનો કરતા જોયા. જેના પરથી તેને વિચાર આવ્યો કે મજૂરની મદદ વિના ખેતીકામ થઇ શકે તે પ્રકારનો પ્રોજેકટ બનાવવો જોઇએ અને તેને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ એન્ડ કોમ્યુનિકેશનના છેલ્લા સેમેસ્ટરમાં આ પ્રોજેકટ બનાવ્યો. આ રોબોટ સેટેલાઈટ સાથે કનેક્ટેડ કર્યુ છે અને એક મોબાઈલ એપ્લિકેશન પણ બનાવી છે. જેને કારણે ખેડૂત ઘરેબેઠા આ રોબોટ ઓપરેટ કરી શકશે.

આ રોબોટમાં કુલ બે સ્વિચ રાખવામાં આવી છે જે ઓપરેટ કરવાથી જમીન ખેડવી, વાવેતર અને દવા છંટકાવ વગેરે જાતે થઇ શકશે અને એક કેમેરો રાખ્યો છે.જેમાં રાશબરી પાઈનો ઉપયોગ કર્યો છે.જેની મદદથી રોબોટને પાક પાકી ગયાનો કમાન્ડ મળશે. અને તે જાતે પાક ઉતારીને પોતાની બાસ્કેટમાં મુકી દેશે.

અન્ય સમાચારો પણ છે...