રાજકોટ ક્રાઇમ ન્યુઝ:સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી વેપારી સાથે ચાર શખ્સોએ રૂ.20 લાખની છેતરપિંડી આચરી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • બાલાજી ગૃહ ઉદ્યોગમા કામ કરતાં યુવકનું વીજ કરંટથી મોત
  • હત્‍યા અને મારામારી સહિત 7 ગુનામાં સંડોવાયેલા 2 શખ્સો ઝડપાયા

સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી વેપારી સાથે છેતરપિંડી થયાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેમાં રાજસ્થાનના જોધપુરના વતની જનકભાઇ વિજયકિશન સોનીએ માંડવીના હસમુખ, જયેશભાઇ, ધર્મેન્દ્ર અને રાજુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને જણાવ્યું હતું કે, તેમને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી રાજકોટ બોલાવી આ ચારેય લોકોએ રૂ.20 લાખની ઠગાઈ કરી છે. જેથી આ મામલે પોલીસે IPC કલમ 406,420 અને 120(બી) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

20 ટકા ઓછી કિંમતમા સોનુ વેચે છે
જેમાં ફરિયાદી જનકભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા ઘર પાસે શ્રી કૃષ્ણા જવેલર્સ નામની દુકાન ચલાવું છું. અમે સોના ચાંદીના આભુષણ બનાવી વેચાણ કરીએ છીએ અને હું તથા મારા મોટાભાઇ ચંદ્રશેખર બંન્ને સંયુકત કુટુંબમા રહીએ છીએ. આજથી આશરે એકાદ મહીના પહેલા મારા ગામના મારો કોલેજનો મીત્ર રવિકુલસીંહ ચૌધરીએ મને વાત કરેલ કે તુ જવેલર્સ કામ કરે છે અને મારા મિત્ર ટેકસ વગરનુ સોનુ લાવે છે અને 20 ટકા ઓછી કિંમતમા સોનુ વેચે છે જો તારી ઇચ્છા હોય તો વાત કરૂ જેથી મે હા પાડેલ હતી.ત્યારબાદ બે દિવસ પછી રવિકુલસીંહ ચૌધરીએ મને કિશોરભાઇ ભાલોડીયા સાથે જોધપુરમા મુલાકાત કરાવી હતી અને અમારે સોના બાબતે વાતચીત થયેલ હતી અને કિશોરભાઇએ માંડવી(કચ્છ)માં રહેતા હસમુખભાઇ સાથે વાત કરી હતી.

તમે માંડવી આવી સોનુ જોઇ લ્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હસમુખભાઇએ કિશોરભાઇને માંડવી આવી સોનુ જોય લ્યો પછી સોદો કરવાનુ જણાવેલ ત્યારે કિશોરભાઇએ જણાવેલ કે હું હસમુખભાઇને મળાવી દઇશ તે સસ્તુ સોનુ તમને આપશે મારે વાત થઇ ગયેલ છે ત્યાર બાદ આશરે વીસેક દિવસ પહેલા હસમુખભાઇનો મને ફોન આવેલ અને મને વાત કરેલ કે તમે માંડવી આવી સોનુ જોઇ લ્યો પછી આપણે સોદો નકકી કરવી અને મારા સાહેબ કસ્ટમ કમીશ્નર છે તેની સાથે તમને વાત કરાવીશ એમ કહી હસમુખભાઇએ મને વાત કરાવેલ હતી અને તેમને જણાવેલ કે તમે મોડુ કરી દીધેલ હું દુબઇ જવાનો છું.તમે પાંચ તારીખ પછી આવો તેમ વાત કરેલ હતી.

રાજુભાઇ અમને રેલ્વે સ્ટેશન લેવા આવ્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બીજા દિવસે હસમુખ ભાઇનો ફોન આવેલ અને વાત કરેલ કે અમારી બીજી ઓફીસ રાજકોટ છે. જો તમને અનુકુળ હોય તો રાજકોટ આવવા જણાવેલ જેથી તા.28/06ના રાત્રીના જોધપુરથી ટ્રેનમા હું તથા મારો મીત્ર રવિકુલસીંહ ચૌધરી રાજકોટ આવવા નીકળેલ હતા અને તા.29/06 ના રાજકોટ આવતા હતા અને ટ્રેનમા હતા ત્યારે હસમુખભાઈએ મને જયેશનો મોબાઈલ નંબર મોકલેલ હતો અને ફોનથી વાત કરેલ કે જયેશ આપણી સાથે વાત કરશે અને તમારૂં કામ કરાવી આપશે અમો રાજકોટ પહોચી જયેશને ફોન કરેલ જયેશભાઇએ કોન્ફરન્સમાં રાજુભાઇ સાથે વાત કરાવેલ અને રાજુભાઇ અમને રેલ્વે સ્ટેશન લેવા આવ્યા હતા.

રાજકોટ સોની બજારમાંથી રૂ.20 લાખ લીધા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મને તથા મારા મીત્રને ટેક્સીમા બેસાડી રાજકોટમાં હોટલ ક્રિષ્ના રીસોર્ટ ગોડલ રોડ ખાતે મોકલી આપેલ અને રૂમ નં.407 મા રોકાયેલ હતા અને રાજુભાઇ હોટલે એકાદ કલાક પછી મળવા આવ્યા હતા. તમે જમીને ફ્રેશ થઇ જાવ અને જયેશભાઇ થોડીવારમા આવે છે તેમ કહેલ અને થોડીવારમાં રાજુભાઇ તથા જયેશભાઇ આવેલ હતા અને અમોએ બેઠક કરેલ હતી જયેશભાઇએ જણાવેલ કે સોનુ એક કીલો રૂ.40 લાખમાં નકકી કરેલ અને રૂ.20 લાખ એડવાન્સ દેવાના અને તમને માલ આપી દેશુ તો રૂપીયા મંગાવી લો અને માલ તમને ગાડીમા આપી દેશું તેને જોઇ લેજો અને રૂપીયા અમારા માણસને આપી દેજો જેથી મે જોધપુર ફોન કરી આંગડીયા મારફતે રૂ.20 લાખ વિજય આંગડીયામાં મેં મંગાવેલ હતા અને રાજુભાઇ સાથે રાજકોટ સોની બજારમાંથી આગડીયામાંથી રૂ.20 લાખ લઇ પરત હોટલે આવ્યા હતા.

સોનુ અમદાવાદથી લેવાનું છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે બાદ જયેશભાઇનો ફોન આવેલ અને વાત કરેલ કે હોટલ ખાલી કરી રાજુભાઇ સાથે આવી જાવ જેથી હું તથા મારા મીત્ર રવિકુલીંહ ચૌધરી રાજુભાઇની વેગેનાર કારમાં બેસી ચોટીલા ઓનેસ્ટ હોટલ ગયા હતા અને રૂપીયાનો થેલો વેગેનારમા હતો ઓનેસ્ટ હોટલમાં જયેશભાઇ મળેલ અને જયેશભાઇ સાથે કોઇ ધર્મેન્દ્રભાઇ હતા જે હુન્ડાઇ કંપનીની વર્નાકાર નંબર વગરની વાઇટ કલરની નવી કાર હતી અને જયેશભાઇ એ જણાવેલ કે સોનુ અમદાવાદથી લેવાનું છે.

આ ગાડી તમને જોધપુર સુધી મુકી જશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેથી રૂ.20 લાખનો થેલો વેગેનારમાં રહેવા દીધેલ અને અમારો સામાન વર્નાકારમા લઇ લીધેલ અને વર્નાકાર ધર્મેન્દ્રભાઇ ચલાવતા હતા જેમા હુ તથા મારા મીત્ર રવિકુલસીંહ ચૌધરી તથા જયેશભાઇ બેઠેલ હતા રૂપીયાના થેલા બાબતે જયેશભાઇને પુછતા જણાવેલ કે અમો તમારી સાથે છીએ અને માલ આવી જાય એટલે આ ગાડી તમને જોધપુર સુધી મુકી આવશે અને રાત્રીના બે અઢી જેવો સમય થઇ ગયેલ હોય જેથી જયેશભાઇએ કહેલ કે રાત્રીના મોડુ થઇ ગયેલ છે રાત્રી રોકાણ કરી સવારે અમદાવાદ માલ લઇ જોધપુર જતા રહેજો.

અમે હોટલમાં રોકાયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેથી હું તથા મારા મિત્ર રવિકુલસીંહ ચૌધરી તથા જયેશભાઇ તથા ધર્મેન્દ્રભાઇ એમદાવાદ હાઇવે પર આવેલ સહયોગ હોટલમા રોકાયેલ હતા અને જયેશભાઇએ ઉતરી સોનુ લેવાનું કહી જતા રહેલ હતા અને ઘણીવાર થતા તે પરત આવેલ નહી અને જયેશભાઇએ ધર્મેન્દ્રભાઇને ફોન પર જણાવેલ કે જગન્નાથ શોભાયાત્રા હોય જેથી ગાડી લઇ અમદાવાદ બહાર જતા રહો જેથી અમે અમદાવાદની બહાર જતા રહ્યા હતા અને અલગ અલગ બહાના બતાવી આ શખ્સોએ આજદિન સુધી અમોને અમારા રૂ.20 લાખની રોકડ કે સોનુ પરત મળેલ ના હોય જેથી આરોપીઓએ છેતરપિંડી આચરી હોવાનું જણાવ્યું હતું.

ગૃહ ઉદ્યોગમા કામ કરતાં યુવકનું વીજ કરંટથી મોત
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર રહેતા કૈલાશ નરૂભાઈ દાસ (ઉ.વ.21) આજ રોજ શાસ્ત્રીનગરમા જ આવેલ બાલાજી ગૃહ ઉદ્યોગમા કામ કરતાં હતાં ત્યારે કામ કરતી વેળાએ જોરદાર વીજ કરંટ લાગતા ફગોળાઈને પટકયા હતાં જેમને અન્ય ટાફે 108 મારફતે તાત્કાલિક સારવારમાં ખાસેડાતા રસ્તામાંજ દમ તોડી દીધો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તેની સાથે રહેતા ઓમ સિંઘે જણાવ્યું હતું કે મૃતક મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને થોડા સમય પેહલા જ અહીં કામ કરવા માટે આવ્યો હતો અને તે બાલાજી ગૃહ ઉધોગમા મીઠાઈ બનાવવાનું કામ કરતો હતો. હાલ બનાવ અંગે રાજસ્થાન રહેતા પરિવારને જાણ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હત્‍યા અને મારામારી સહિત 7 ગુનામાં સંડોવાયેલા 2 શખ્સો ઝડપાયા
રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્‍તારમાં હત્‍યાની કોશિષ અને મારામારી સહિતના અનેક ગુનામાં સામેલ દોઢસો ફુટ રિંગ રોડ આંબેડકરનગર શેરી નં. 5ના હિરેન ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.24) અને લોધેશ્વર સોસાયટી શેરી નં. 4 નો દિનેશ ઉર્ફે કાળીયો બાબુભાઇ જરીયા (ઉ.૨૪)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના (ઉ.વ.24) એમ.બી.નકુમ, એ.એસ.આઇ. રાજુભાઇ દહેકવાલ, હેડ કોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ દરખાસ્‍ત કરતા પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે વોરંટ ઇશ્‍યુ કરતા માલવીયાનગર પોલીસે હત્‍યાની કોશિષ અને મારામારીના સાત ગુનામાં સામેલ હિરેન પરમારને અને હત્‍યાની કોશિષ તથા મારામારીના ચાર ગુનામાં સામેલ દિનેશ ઉર્ફે કાળીયાને પાસા હેઠળ અટકાયત કરી હિરેનને વડોદરા અને દિનેશ ઉર્ફે કાળીયાને સુરત જેલમાં ધકેલી દીધા હતા.