તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોંડલના સેમળા ગામના મગનભાઈ ધનાભાઈ રાંક નામના ખેડૂતને ભેંસ લેવી હોય ગામના અને રાજકોટ રહેતા રણજીત ચનાભાઈ ગુજરાતીનો સંપર્ક કર્યો હતો. બાદમાં બે દિવસ બાદ રણજીતની પત્નીએ મનગભાઈને ફોન કરી કહ્યું હતું કે, તમે ભેંસ જોવા આવ્યા નહીં. નવરા હોય તો વાડીએ આવો. આથી મગનભાઈ રાજકોટ આવતા જ મીરા, રણજીત અને અન્ય બે શખ્સે મનગભાઈને દોરડા વડે બાંધી માર માર્યો હતો. બાદમાં બળાત્કારના કેસમાં સંડોવી દેવા ધમકી આપી 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. પરંતુ ખેડૂત પાસે પૈસા ન હોય મીરાને 10 લાખ ચૂકવવાના છે તેવું સ્ટેમ્પ પર ખોટુ લખાણ કરી મનગભાઈના ત્રણ અંગુઠા પણ લઈ લીધા હતા. આ અંગે મનગભાઈએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે દંપતિ સહિત ચારેય શખ્સની અટકાયત કરી
ગોંડલના સેમળા ગામના ખેડૂત ભેંસ ખરીદવા ઇચ્છતા હોય પોતાના જ ગામના અને વર્ષોથી રાજકોટ રહેતા રણજીત ગુજરાતીનો સંપર્ક કર્યો હતો. બાદમાં રણજીતની પત્નીએ સામેથી ફોન કરી જમીન-સંતાનો સહિતની વિગતો કઢાવી લીધા બાદ 7 ડિસેમ્બરના રોજ ફરીથી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, ભેંસ જોવા કેમ ન આવ્યા, તેવી વાત કરતાં મગનભાઈએ ટાઇમ મળશે એટલે આવીશ તેમ કહ્યું હતું. બાદમાં પરમ દિવસે મીરાએ ફરી ફોન કરી કહ્યું હતું કે, તમે નવરા હોય તો વાડીએ આવો ને. આવું કહેતાં મગનભાઈ સેમળાથી બાઇક પર રાજકોટ આવ્યા હતા. રણજીત, મીરા સહિત ચાર શખ્સે તેમને દોરડાથી બાંધી માર મારી બળાત્કારના કેસમાં સંડોવી દેવાની ધમકી દીધી હતી. આજીડેમ પોલીસે ચારેય શખ્સોની અટકાયત કરી છે. કોરોના ટેસ્ટ થયા બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરશે.
આજીડેમ પોલીસે મહિલા સહિત ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો
બનાવમાં આજીડેમ પોલીસે ગોંડલના સેમળા ગામે રામાપીર મંદિર પાછળ નવા પ્લોટિંગમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં મગનભાઈ ધનાભાઈ રાંકની ફરિયાદ પરથી કોઠારીયા રોડ મીત કારખાના પાછળ નદી કાંઠે નરસીભાઇ રામાણીની વાડીમાં રહેતી મીરા રણજીત ગુજરાતી, તેના પતિ રણજીત ચનાભાઈ ગુજરાતી, મૂળ ગોંડલના પાંચીયાવદરના રણજીત ઉર્ફ રાણો ભીખુભાઇ ચાવડા અને કોઠારીયા રોડ મીત કારખાના પાછળ કાળુભાઇની વાડીમાં રહેતાં હસમુખ નામના શખ્સ વિરૂદ્ધ IPC 387, 120 (બી), 342, 330, 323, 504, 114, 135 મુજબ કાવત્રુ રચી મગનભાઇને વાડીએ બોલાવી દોરડાથી બાંધી પ્લાસ્ટિકના ધોકાથી માર મારી 10 લાખ રૂપિયા માંગી ન આપે તો બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી સ્ટેમ્પ પેપરમાં ખોટા લખાણમાં સહીઓ કરાવી લીધાનો ગુનો નોંધ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.