તપાસ:શહેરમાં યુવતી સહિત ચારના બેભાન હાલતમાં મોત નીપજ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચારેયને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં મૃત જાહેર કરાયા
  • ​​​​​​​અન્ય બનાવમાં યુવકે જાતે જ માથામાં છરીનો ઘા ઝીંક્યો

શહેરમાં એક યુવતી સહિત ચાર વ્યક્તિના બેભાન હાલતમાં મૃત્યુ થયા હતા. નાનામવા મેઇન રોડ પર સૂર્યમુખી હનુમાન મંદિર પાસે રહેતી કેરવી ઉમેશભાઇ ચોવટિયા (ઉ.વ.21) બીમારીને કારણે પોતાના ઘરે બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. લક્ષ્મીનગરમાં રહેતા મેહુલ બાબુભાઇ જેઠવા (ઉ.વ.42) બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલે લઇ જવાયા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.

સાધુવાસવાણી રોડ પરના એકલવ્યનગર આવાસમાં રહેતા નારણભાઇ મેણસીભાઇ ખોડભાયા (ઉ.વ.50) રવિવારે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલે લઇ જવાયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા, તેમજ ગોંડલ રોડ પરના સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા જમનાદાસ દામજીભાઇ ચૌહાણ (ઉ.વ.75) બીમારીને કારણે વૃદ્ધાશ્રમમાં બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.

શહેરના ગોંડલ રોડ પર મક્કમ ચોકમાં યુવકે જાતે જ છરીનો ઘા ઝીંકતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગોંડલ રોડ પરના વિજય પ્લોટમાં રહેતો પ્રતિક રાજેશભાઇ ચૌહાણ (ઉ.વ.27) શનિવારે રાત્રે સાડાદસ વાગ્યે ગોંડલ રોડ પર મક્કમ ચોકમાં હતો ત્યારે કોઇ કારણસર પોતાની જાતે જ પોતાના માથામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો, ઘટનાને પગલે લોકો ટોળે વળી ગયા હતા અને યુવકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

બનાવની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી. અન્ય એક બનાવમાં નાનામવા રોડ પરના દેવનગરમાં રહેતા રતિલાલ રાઠોડે (ઉ.વ.65) કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રૌઢના આપઘાતના પ્રયાસનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી..

અન્ય સમાચારો પણ છે...