તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજકોટના રેસકોર્ષ પાર્કમાંથી ઇન્કમટેક્સ વિભાગના ચાર કર્મચારીઓ નશાની હાલતમાં ઝડપાયા

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચારેય આરોપીઓની તસવીર - Divya Bhaskar
ચારેય આરોપીઓની તસવીર

દિવાળીના તહેવારો દરમિયાન દારૂની રેલમ-છેલમ જોવા મળતા પોલીસે અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે દારૂની પાર્ટી કરી 'ડમડમ' થયેલા રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની કચેરીના ચાર કર્મચારીઓને પણ પોલીસે દબોચી લીધા હતા.

પોલીસે બાતમીને આધારે કરી કાર્યવાહી
મળતી વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોઈએ જાણ કરી હતી કે, રેસકોર્ષ પાર્ક શેરી નં.2માં ફ્લેટ નં. 27/103 માં કેટલાક શખ્સો નશો કરી રહ્યા છે. જેને આધારે કન્ટ્રોલ રૂમમાંથી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બાતમી આધારે ઘટનાસ્થળે દરોડા પાડતા 4 અધિકારીઓને દારૂ પીતા ઝડપી પાડ્યા હતા. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો