ક્રાઇમ:દેહવ્યાપાર, ચીલઝડપ અને મારામારીમાં સંડોવાયેલા ચાર ગુનેગાર પાસામાં ધકેલાયા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના રોયલપાર્ક-10માં રહેતા સંદીપ મહાસુખભાઇ કામદારને પોરબંદર અને ત્રિલોકપાર્કમાં રહેતા પ્રકાશ ઉર્ફે જોની જેન્તીલાલ જીવરાજાનીને ભુજ જેલ ખાતે મોકલી આપ્યો છે. બંને આરોપ જુદા જુદા બે સ્થળેથી કૂટણખાનું ચલાવતા પકડાયા હતા. મારામારી, વેપારીઓ પાસેથી બળજબરીથી નાણાં ઉઘરાવવાના ગુનામાં હિરામણીનગર-4ના કાસમ આરિફ કાલાવડિયાને ભુજ જેલ, ચીલઝડપ,મારામારીના ગુનામાં પકડાઇ ચૂકેલા હરિહર ચોક, દાતાર બાપુની દરગાહ પાસે રહેતા સમીર બ્લોચને ભુજ જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...