તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:નવાગામમાં જેસીબી ચલાવવાની ના પાડતા યુવાન પર ચારનો હુમલો, દિવાળીના તહેવાર પર ત્રણ સ્થળે મારામારીના બનાવ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચામુંડાનગરમાં યુવાનને બે મહિલા સહિત ચારે માર માર્યો

દિવાળીના તહેવારો ઉપર પણ મારામારીના બનાવો યથાવત‌્ રહ્યા છે. દિવાળીના દિવસે નવાગામ, ચામુંડાનગર સહિત ત્રણ સ્થળે મારામારીના બનાવો બનતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. કુવાડવાેના નવાગામ રાણપુર રહેતા સંજય ભીમજીભાઇ રંગાણી નામના યુવાને ગામના બેચર ખેંગાર લામકા, મહેશ બેચર લામકા, ભીખા આહીર અને ભીખા આહીરના દીકરા સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ ગામની સીમમાં ખરાબામાં જેસીબી ફેરવતા હોય તેમને જેસીબી ચલાવવાની ના પાડતા ચારેય શખ્સે ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતાં ચારેય આરોપીઓએ ભેગા મળી લાકડી તેમજ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી છે.

માયાણીનગરના ક્વાર્ટર પાસે આવેલા ચામુંડાનગર-1માં બન્યો છે. અહીં રહેતા દીપક દિનેશભાઇ સોંદરવા નામના યુવાનને પાડોશમાં રહેતા પ્રતાપ ધનજી સોલંકી, તેના પત્ની કંચનબેન, કમળાબેન અને ધનજીભાઇએ ગત મોડી રાતે ધોકા, પાટલા વડે માર માર્યો છે. માલવિયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્રીજો બનાવ નવાગામ આવાસ યોજના ક્વાર્ટરમાં બન્યો છે. હાર્દિક હસમુખભાઇ સોઢા નામના યુવાને તે જ વિસ્તારમાં રહેતા સાજિદ શાહમદાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, હાર્દિક તેના મિત્ર અક્ષય ગઇકાલે અક્ષયના બાઇક પર આરોપીના ઘર પાસેથી નીકળ્યા ત્યારે આરોપી સાજિદે બાઇક ઊભું રખાવી તને અહીંથી બાઇક લઇને નીકળવાની ના પાડી છે તો પણ તું કેમ બાઇક પૂરઝડપે ચલાવીને નીકળે છે કહી લાકડીથી તૂટી પડ્યો હતો. બાદમાં સાજિદે નેફામાંથી છરી કાઢી હાર્દિક પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બી ડિવિઝન પોલીસના પીએસઆઇ પી.એ.ગોહેલે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો