તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના કુવાડવા રોડ પર મેંગો માર્કેટ અંદર આવેલી હોટેલમાં ચા, પાન-બીડી, તમાકુનું વેચાણ કરતા ચાર શખ્સને, જ્યારે જુદા જુદા સ્થળેથી ત્રણ શખ્સને 484 કિલોગ્રામ સોપારીના જથ્થા સાથે પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે. શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલી મેંગો માર્કેટ અંદર આવેલી જય સીયારામ હોટેલ ખુલ્લી હોવાની માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે મંગળવારે સવારે દરોડો પાડ્યો હતો. હોટેલમાંથી બેરોકટોક ચા, પાન, ફાકી, સિગારેટ-તમાકુનું વેચાણ થતું હતું. જેથી પોલીસે દુકાનમાં રહેલા ભરતભાઇ મુળુભાઇ મુંધવા, રામધનીભાઇ ગાંડુભાઇ ચોરસિયા, રમેશ વાલાભાઇ સિંધવ અને ભરત વાલજીભાઇ સિંધવ સામે ગુનો નોંધી દુકાનમાંથી રૂ.16 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી છે. જ્યારે કુવાડવા રોડ છપ્પનિયા ક્વાર્ટર નજીકથી નવાગામ આણંદપરના જનકભાઇ લાભુભાઇ ચાવડાને છકડો રિક્ષા સાથે અટકાવી તપાસ કરતા રૂ.1,36,500ના કિંમતની 455 કિલો સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. રામનાથપરા મેઇન રોડ પરથી હુશેન નુરમહમદભાઇ નુરબાનને રૂ.10 હજારના કિંમતની 23 કિલો સોપારી સાથે જ્યારે દેવનગરના ઢોરા પાસેથી નવાગામના અરવિંદ નાગજીભાઇ સોલંકીને છ કિલો સોપારી સાથે પોલીસે પકડી પાડ્યો હતો.
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.