રહસ્યમય મોત:ધોરાજી નજીક ભાદર નદીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા?

રાજકોટએક વર્ષ પહેલા
મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરાવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી
  • પોલીસે મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ભાદર નદીમાંથી ગઇકાલે રાત્રે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ મળ્યાની જાણ થતાં સ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસ સ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

30થી 35 વર્ષની વય હોવાનું અનુમાન
પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના વેગડી ગામ પાસે આવેલી ભાદર નદીમાંથી ગઇકાલે રાત્રે સમયે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાનો મૃતદેહ જોતા તેની ઉંમર અંદાજે 30થી 35 વર્ષની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહિલાનો મૃતદેહ મળતા આસપાસમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચી 108માં ફરજ બજાવતા સ્ટાફે તપાસ કરતા મહિલાને મૃત જાહેર કરતા પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરાવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાની ઉંમર 30થી 35 વર્ષની હોવાનું અનુમાન.
મહિલાની ઉંમર 30થી 35 વર્ષની હોવાનું અનુમાન.

મહિલાની ઓળખ થઇ શકી નથી
ઉલ્લેખનીય છે કે, ભાદર નદીમાંથી મળેલો મહિલાનો મૃતદેહ કોનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ મહિલાની ઓળખ મેળવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે મહિલાનું અકસ્માતે મૃત્યુ થયું છે કે પછી આ બનાવમાં હત્યા કે આત્મહત્યા છે તે તમામ દિશા તરફ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.