તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ-ખાતમુહૂર્ત:પ્રથમ વખત આવાસ યોજનાના ભૂમિપૂજન સાથે ફોર્મ વિતરણ થશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજકોટ મનપાની ફાઈલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મનપાની ફાઈલ તસવીર
 • 230 કરોડના કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે

રાજકોટ મનપા રૈયા સ્માર્ટ સિટી ખાતે રૂ.118 કરોડના ખર્ચે ‘લાઇટ હાઉસ’ પ્રોજેક્ટ આવાસ યોજનાનું વડાપ્રધાનના હસ્તે 1 જાન્યુઆરીએ ઇ-ખાતમુહૂર્ત કરાશે. સાથે સાથે મુખ્યમંત્રી રૂપાણી આ કાર્યક્રમ માટે રાજકોટ આવી રહ્યા છે અને તેમના હસ્તે રૂ.112 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે આવાસ યોજનાના ભૂમિપૂજનની સાથે સાથે તેના ફોર્મ પણ પ્રસિદ્ધ થાય.

પરશુરામ મંદિરધામ પાસે, રૈયાગામ પાછળ રૈયારોડ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં વડાપ્રધાન આવાસ યોજનાનું ઇ- ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી આજી ડેમ વિસ્તારના હિલ ગાર્ડન પાસે ખુલ્લી જગ્યામાં લેન્ડ સ્કેપિંગ અને ગાર્ડન, વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં પાણીની ડી.આઇ. લાઇન, ગાંડી વેલ દૂર કરવા મશીન અને વોર્ડ નં.14માં કોઠારિયા રોડ પરની નવી વોર્ડ ઓફિસ 14-અનું લોકાર્પણ કરશે. તેમજ ભગવતીપરામાં નવી શાળા, આજી ડેપો પાસે નવા ઇલેક્ટ્રિક બસ ડેપોનું નિર્માણ, કાલાવડ રોડ પર હયાત પાણીના ટાંકા પાસે નવો 30 લાખ લિટર ક્ષમતાનો ટાંકો, જુદા જુદા વિસ્તારમાં ડામર રિકાર્પેટ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરશે.

કુચિયાદડ, આણંદપરથી હાઇવેને જોડતો રોડ બનશે
રૂડાના કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેમાં નારણકા અને વાજડીગઢ ગામના રસ્તાનું ડામર કામ, રૂડા ટ્રાન્સપોર્ટનગર અને ગુંદાથી કુચિયાદડ સુધીના રોડનું ડામર કામ અને આણંદપર બસ સ્ટેશનથી અમદાવાદ નેશનલ હાઇવેને જોડતા સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો