તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ફોર્મ ચકાસણી:જિલ્લા પંચાયતમાં એક અપક્ષ સહિત ત્રણ ઉમેદવારના ફોર્મ રદ થશે

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 163 ઉમેદવાર નોંધાયા છે. જેમના ફોર્મની ચકાસણી સોમવારે થશે. ફોર્મ ચકાસણીમાં ફોર્મમાં જો કોઇ ભૂલ હશે અથવા તો પૂરી વિગત નહીં હોય, ખોટી હોય કે પછી ચૂંટણીના નિયમ મુજબ ઉમેદવાર લાયક ન હોય તો ફોર્મ રદ કરવામાં આવે છે. આ પ્રક્રિયા કાલે થવાની છે પણ દિવ્ય ભાસ્કરે ઉમેદવારી નોંધાવનારા પક્ષોના સોગંદનામા વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી ચકાસતા 3 ઉમેદવારના ફોર્મ પ્રાથમિક દૃષ્ટિએ જ રદ થતા માલૂમ પડ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 18 વર્ષની વ્યક્તિ મતદાન કરી શકે છે પણ જો તેને દાવેદારી કરવી હોય તો ન કરી શકે કારણે કે, ચૂંટણી લડવા માટેની ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર ફરજિયાત છે. આથી જ સોગંદનામામાં પણ ઉંમર દર્શાવવી ફરજિયાત હોય છે. ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા તેમજ અપક્ષોએ જિલ્લા પંચાયતની જુદી જુદી સીટ પર દાવેદારી કરી છે તે પૈકી એક પક્ષના મહિલા ઉમેદવારે પણ ઝંપલાવ્યું છે. જોકે તેમની ઉંમર હજુ 21 વર્ષ પૂરી થઈ નથી અને સોગંદનામામાં પણ તેમણે પોતાની ઉંમર 20 વર્ષ જ દર્શાવી છે. આ કારણે પ્રથમ દૃષ્ટિએ જ તેમનું ફોર્મ રદ થવા પાત્ર છે આમ છતાં તપાસ કરતા આ મહિલાની જન્મતારીખ 2001 જુલાઈમાં આવે છે તેથી પણ સ્પષ્ટ થાય છે કે હજુ સુધી તેમની ઉંમર 21 વર્ષ નહિ પણ 20 કરતા પણ ઓછી છે. બીજી તરફ એક પક્ષે પોતાના ઉમેદવારને મેન્ડેટ આપી દીધું પણ તે ક્યા રહે છે તે જોતા જ ભૂલી ગયું. નિયમ મુજબ જિલ્લાની મતદાર યાદીમાં હોય તે જ પંચાયતમાં દાવેદારી નોંધાવી શકે પણ આ દાવેદાર રાજકોટ શહેરના મતદાતા છે તેથી તેમનું ફોર્મ રદ થશે. અન્ય એક અપક્ષ ઉમેદવારે ફોર્મ તો ભર્યું પણ ટેકેદારોની વિગતો કે સહી લીધી નથી તેથી તે પણ રદ થશે.

ચકાસણીમાં ડમીઓ નીકળી જશે
એક ઉમેદવારનું ફોર્મ રદ થાય તો ડમી હોય તે ઉમેદવાર બનતા સીટ પર દાવેદારી બની રહે. ફોર્મ ચકાસણીમાં મુખ્ય ઉમેદવારનું ફોર્મ માન્ય રહે તો મેન્ડેટમાં પણ તેનું નામ પહેલા હોવાથી તે દાવેદારી નોંધાવી શકે પાર્ટીએ એક ઉમેદવારને મેન્ડેટ આપ્યું હોવાથી ડમીને પણ મેન્ડેટ ન મળે તેથી ડમી અને ડુપ્લિકેટ ફોર્મ રદ થાય છે. સોમવારે માન્ય ફોર્મની યાદી તૈયારી થશે પછી મંગળવાર બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. આ સમય વિત્યા બાદ હરીફ ઉમેદવારોની યાદી તૈયાર થાય છે.

જિલ્લા પંચાયતમાં 2015 કરતા 62 હજાર મતદાર વધ્યા
રાજકોટ જિલ્લા પંચાયતમાંથી રાજકોટની નજીકના 5 ગામને શહેરમાં ભેળવી દેવાયા છે. માધાપર ગામ ભળતા તેની જિલ્લા પંચાયતની સીટ પણ જતા કુલ સંખ્યા 35 થશે તેવી શક્યતા હતી જોકે સુરેન્દ્રનગર અને રાજકોટ બોર્ડના ગામો એરપોર્ટના કામ માટે રાજકોટમાં ભેળવી લેવાયા હતા તેની એક સીટ બનાવતા સંખ્યા 36 જ રહી છે. મોટાભાગના મતદારો મનપામાં જતા રહ્યા છે જોકે આમ છતાં જિલ્લાના મતદારોની સંખ્યા વધી છે.

2015ની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં 8.80 લાખ મતદારો હતા જેમાં 4.64 લાખ પુરુષ અને 4.15 લાખ સ્ત્રી મતદારો હતા એટલે કે, સ્ત્રી મતદારો કરતા પુરુષ મતદારોની સંખ્યા 49000 જેટલી વધુ હતી. આ કુલ મતદારો પૈકી 5.86 લાખ મતદારો એટલે કે 66.6 ટકાએ મતદાન કર્યું હતું. જેમાં મહિલાઓની સંખ્યા માત્ર 3.28 લાખ એટલે કે પુરુષોના મતદાન કરતા 8 ટકા ઓછી હતી. આ વખતે નવા મતદારો ઉમેરાતા 9.42 લાખ થઈ છે અને પુરુષો મતદારોની સંખ્યા 4.64 લાખ જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 4.48 લાખ થઈ છે બંને મતદારોની સંખ્યા વધી છે પણ 2015માં બંને સંખ્યા વચ્ચે જે 49000નો ફરક હતો તે ઘટીને 46000 થયો છે જે સાબિત કરે છે કે, સ્ત્રી મતદારોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે.

ઇવીએમમાં ભાજપનું નિશાન મોટું રાખ્યાનો કોંગ્રેસનો આક્ષેપ
રાજકોટના વોર્ડ નં.11ના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવારે મતદાન મથક બદલવાની માંગ કરી છે. ત્રણ બૂથના મતદારોનું મતદાન મથક બે કિલોમીટર દૂર હોવાનો આક્ષેપ કર્યો છે. બાજુમાં આવેલી આદર્શ સ્કૂલમાં મતદાન મથક આપવાની માંગ કરી છે. ઇવીએમમાં ભાજપનું નિશાન મોટું રાખ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવારના આક્ષેપના પગલે ચૂંટણી વિભાગના અધિકારીઓએ નિશાનનું પ્રિન્ટિંગ સહિતની બાબતોનું ચેકિંગ શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો