તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવી પહેલ:રાજકોટમાં મહિલાઓ પગભર થાય તે માટે વોર્ડવાઈઝ કમિટી બનાવી, ઘરે ઘરે જઈને તાલીમ સાથે કામ આપે છે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • ઉમિયા મહિલા સંગઠનનું અભિયાન, બહેનોમાં આત્મવિશ્વાસની તાલીમ અપાઈ

લોકડાઉનમાં અનેક લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ ત્યારે આવા સંજોગોમાં બહેનો પગભર થાય અને તેઓ પરિવારને મદદરૂપ બની શકે તે માટે રાજકોટની ઉમિયા મહિલા સંગઠને ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ માટે તેઓ એક વોર્ડવાઈઝ કમિટી બનાવી છે. જેઓ જરૂરિયાતમંદ બહેનો હોય તેવી બહેનોની માહિતી મેળવી તેનો સામેથી સંપર્ક કરે છે અને તેઓને ઘરે ઘરે જઈને કામ આપે છે.ગૃહિણી હોય તેઓમાં આત્મવિશ્વાસ આવે તે માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. અત્યાર સુધી 100થી વધુ મહિલાઓને રોજીરોટી મળી ગઈ છે.

જરૂરિયાતમંદનું ગુજરાન ચાલે તે માટે પગલું
બહેનોનો ઉત્સાહ વધે અને પ્રેરણા મળે તે માટે ટ્રેનિંગ સેશનમાં ખૂદ ઉદ્યોગકારો જોડાઈ રહ્યા છે.જેઓ બહેનોને કેવી રીતે પગભર થવુ, સંઘર્ષોનો સામનો કેવી રીતે કરવો તેની તાલીમ આપીને, પોતે કેવી મુશ્કેલીનો સામનો કરીને આગળ આવ્યા,પોતાના અનુભવો વર્ણવે છે. ઉમિયા સંગઠન સમિતિની મહિલાઓ ઘરે ઘરે જઈને એક સરવે કરે છે. જેઓ જરૂરિયાતમંદ બહેનોને મળીને ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે છે, કમાનાર વ્યક્તિની સંખ્યા કેટલી, તેને કેવા પ્રકારની મુશ્કેલી પડે છે. તેમનામાં કેવી આવડત છે વગેરે માહિતી મેળવે છે અને તેની માહિતી એકત્રિત કરે છે અને એ મુજબનું કામ શોધીને બહેનોને પગભર કરે છે.

વિવિધ પ્રકારના કામ આપવામાં આવે છે
અત્યાર સુધી 100થી વધુ બહેનોને ઘરે બેઠા ખાખરા,પાપડ વેંચવા, સાબુ વેચાણની કામગીરી, સિલાઈકામ, ભરત ગૂંથણનું કામ આપવામાં આવ્યું છે. પગભર થનારી બહેનોને સરળતા રહે તે માટે માલ કલેક્ટ કરવા અને ઓર્ડર લેવા માટે એક સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. જ્યાં બહેનો કેટલો માલ લઈ જાય છે, મહિને કેટલી વસ્તુનું વેચાણ કર્યું કે કરશે તેવા પ્રકારની માહિતી રાખવામાં આવે છે. બહેનો પાસે એડવાન્સ પેમેન્ટ તરીકે કોઇપણ જાતની રકમ લેવામાં આવતી નથી.200 થી વધુ બહેનો જોડાયા બાદ એક આખી મંડળી ઊભી કરવામાં આવશે જે આર્થિક રીતે જરૂરિયાતમંદ બહેનો માટે કાર્યરત રહેશે.

વોર્ડ પ્રમાણે 2 બહેનોને જવાબદારી સોંપાઈ
લોકડાઉનમાં આવક બંધ થવાથી પડતી મુશ્કેલી અમારા સુધી પહોંચી અને આ પ્રકારની કામગીરી કરવાનો વિચાર આવ્યો. વોર્ડ પ્રમાણે બે બહેનોને જવાબદારી સોંપી છે.આ રીતે આખી ચેઈન બનાવવામાં આવી છે.અત્યાર સુધી 200 થી વધુ બહેનોનો સંપર્ક અને સર્વે કરી નાખવામાં આવ્યો છે. - જ્યોતિબેન ટિલવા, પ્રમુખ, ઉમિયા મહિલા સંગઠન સમિતિ, રાજકોટ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો