તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં આજે બપોર સુધીમાં 65 કેસ નોંધાયા, 24 કલાકમાં 3 દર્દીના મોત, જિલ્લાના બે નાયબ મામલતદાર કોરોના સંક્રમિત

રાજકોટએક મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • શહેરમાં પત્રકારોને વેક્સીન આપવામાં આવી
  • પત્રકારો ફ્રન્ટલાઈન વોરિયર, કોરોનાના પહેલા દિવસથી કવરેજ કરી રહ્યા છે - મેયર

રાજકોટમાં કોરોના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અને લોકોની સાથે કોરોનાના સકંજામાં હવે રાજકીય આગેવાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ સ્વ. અભય ભારદ્વાજના પુત્રી અમૃતા તથા નીતિનભાઇના પત્નિ વંદનાબેન અને મોટા પુત્ર નિયંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ આઇસોલેટ થયા હતા. આ ઉપરાંત મનપાના પૂર્વ વિરોધપક્ષ નેતા વશરામ સાગઠિયા કોરોના સંક્રમિત થતા તેઓ હાલ હોમ આઇસોલેટ થયા હતા. ત્યાં આજે ફરી મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ કોરોના સંક્રમિત થતા હોમ ક્વોરન્ટાઇન થયા છે. આ ઉપરાંત જમીન સંપાદન કચેરીના નાયબ મામલતદાર હિમાંશુ રાવલ અને ધોરાજીના નાયબ મામલતદાર વત્સલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નાયબ મામલતદાર હિમાંશુ રાવલ આવતીકાલે નિવૃત થાય તે પહેલાં જ તેઓ કોરોનાની ઝપટે ચડ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કચેરીમાં કામકાજ બંધ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજ સુધીમાં મહેસુલ વિભાગમાં અંદાજિત 40 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.શહેરમાં 24 કલાકમાં 3 દર્દીના મોત નીપજ્યા છે. જોકે, અંતિમ નિર્ણય ડેથ કમિટી દ્વારા લેવામાં આવશે. શહેરમાં આજે બપોર સુધીમાં 65 કેસ નોંધાયા છે. જ્યારે કુલ કેસની 18822 સંખ્યા પર પહોંચી ગઈ છે.

પત્રકારો ફ્રન્ટલાઈન વોરિયર, કોરોનાના પહેલા દિવસથી કવરેજ કરી રહ્યા છે - મેયર
પત્રકારો-મીડિયાનાં કર્મચારીઓને પણ સમાજનાં ફ્રન્‍ટલાઈન કોરોના વોરિયર્સ ગણીને તેમને ઉંમરબાધ વિના કોરોના વિરૂદ્ધની વેક્‍સિન આપવી જોઈએ એવી રજૂઆત ભાજપનાં અગ્રણી પ્રવક્‍તા રાજુ ધ્રુવએ CM વિજય રૂપાણી સમક્ષ કરી હતી. રાજુ ધ્રુવની રજૂઆતને ઘ્‍યાનમાં લઈ CM વિજય રૂપાણીએ રાજકોટ મ્‍યુનિસીપલ કમિશનરને પત્રકારો-મીડિયાકર્મીઓ માટે કોરોના વિરૂદ્ધની રસીકરણ માટેના કેમ્‍પનું આયોજન કરવાની સૂચના આપી હતી જે અનુસંધાને આજે વેસ્‍ટઝોન ઓફિસ ખાતે પત્રકારોને કોરોનાથી રક્ષણ આપતી વેક્‍સિન આપવામાં આવી હતી. આ સમયે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. જ્યાં મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટના પત્રકારો ફ્રન્ટલાઈન વોરિયર છે. તેઓ કોરોનાના પહેલા દિવસથી કવરેજ કરી રહ્યા છે.

સોમવારે રાજકોટ જિલ્લામાં 164 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના અલગ અલગ જગ્યાએ નવા લક્ષણો સામે આવી રહ્યા છે. જેમાં ખંજવાળ અને પેટનો દુખાવો સહિત સામેલ છે. રાજકોટમાં પણ હવે નવા પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને ઘણા કિસ્સામાં દર્દીને છેક સુધી લક્ષણોની ખબર જ રહેતી નથી. જે દાખલ થાય છે તેમાં મોટાભાગે 40થી શરૂ કરી 60 વર્ષની વયના દર્દીઓ હોય છે. તંત્રના જણાવ્યા મુજબ રાજકોટમાં સોમવારે કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા હતા. જેમાં શહેરના 130 જ્યારે ગ્રામ્ય વિસ્તારના 34 દર્દીનો સમાવેશ થાય છે. એક્ટિવ કેસ 695 થયા છે.

નબળાઈ જોવા મળી, 6 દિવસ સુધી ખોરાક ન લઈ શકાયો - દર્દી
તાવ, શરદી, ઉધરસ જેવા કોઈ પણ લક્ષણો જોવા ન મળ્યા. એક દિવસ ખૂબ જ સખત નબળાઈ અનુભવાઈ. નબળાઈ વધુ હોવાથી ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આજ દિન સુધી હજુ તાવ, માથું દુખવું કે ઉધરસના એક પણ લક્ષણ જોવા નથી મળ્યા, પરંતુ કોરોના પોઝિટિવ આવ્યાના બીજા દિવસે મેં ખોરાક લીધો તો પેટ જકડાઈ ગયું અને પેટનો દુખાવો અસહ્ય થયો. ત્યારબાદ મેં માત્ર લિક્વિડ ફૂડનો જ આગ્રહ રાખ્યો. 6 દિવસ બાદ હું ખોરાક લઈ શક્યો. મારા અનુભવ પરથી હું એવું કહું છું કે, જો કોઇને નબળાઈ અનુભવાય તો તેને અવગણવાને બદલે તુરંત જ ટેસ્ટ કરાવવો જોઇએ. વુહાન પેટર્ન મુજબ તાવ, શરદી, ઉધરસ જોવા મળતા હતા. યુકે સ્ટ્રેનમાં આ બધા લક્ષણો ગાયબ હતા. તેમ નવી સ્ટ્રેનનો ભોગ બનેલ કોરોનાના દર્દી જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો